Connect with us

Gujarat

મિલકત માટે ૧૫ એપ્રિલ પહેલા નોંધણી થયેલ હોય તેમને ૧૪ ઓગસ્ટ સુધીમાં જૂની જંત્રીના ભાવનો લાભ મળશે

Published

on

Those registered for the property before April 15 will get the benefit of old Jantri rates till August 14

ગુજરાત રાજયમાં ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ ૧૯૫૮ની કલમ ૩ર-કના અસરકારક અમલ માટે રાજયની જમીનો/સ્થાવર મિલકતોના જંત્રી (એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટસ) ૨૦૧૧ના ભાવોમા તા.૧૫/૦૪/૨૦૨૩ થી વધારો અમલમાં આવેલ છે. જેથી, તા.૧૫/૦૪/૨૦૩ કે તે પછી નોંધણી અર્થે રજુ થતા દસ્તાવેજો માટે કેટલીક સ્પષ્ટતા સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સ અને નોંધણી સહ નિરીક્ષકની કચેરી, ગાંધીનગર દ્વારા કરવામાં આવેલ છે. તા.૧૫/૦૪/૨૦૨૩ કે તે પછી નોંધણી માટે રજૂ થતો દસ્તાવેજ તા.૧૫/૦૪/૨૦૨૩ પહેલાં કરી આપેલ હશે એટલે કે દસ્તાવેજમાં તા.૧૫/૦૪/૨૦૨૩ પહેલા એટલે કે તા.૧૪/૦૪/૨૦૨૩ સુધીમાં પક્ષકારોની સહી થઈ નોંધણી માટે તૈયાર હશે અને આવા દસ્તાવેજ ઉપર પક્ષકારીની સહી થયાની તારીખ પહેલાં અથવા સહી થયાની તારીખના પછીના તરતના કામકાજના દિવસ સુધીમાં જરૂરી હોય તે રકમનો પુરેપુરો સ્ટેમ્પ લગાડેલ હશે તો આવો દસ્તાવેજ સહી કર્યાની તારીખથી ચાર માસમાં નોંધણી માટે રજુ થશે તો તેવા દસ્તાવેજમાં તા.૧૫/૦૪/૨૦૨૩થી વધારેલ જંત્રી ભાવ લાગુ પડશે નહીં, પરંતુ તે પહેલાના ભાવ વધારા સિવાયના અમલી જંત્રી ભાવ એટલેકે જૂની જંત્રીના ભાવ મુજબ દસ્તાવેજમાં મિલકતની બજાર કીમત તથા સ્ટેમ્પ ડ્યુટી ગણવામાં આવશે.

Those registered for the property before April 15 will get the benefit of old Jantri rates till August 14

આ મુજબ તા.૧૫/૦૪/૨૦૨૩ પહેલાં સહી થયેલ અને યોગ્ય સ્ટેમ્પ વાપરેલ લેખ તા.૧૫/૦૪/૨૦૨૩થી ચાર માસ એટલે કે તા. ૧૪/૦૮/૨૦૨૩ સુધી દસ્તાવેજની નોંધણી કરાવવામાં આવશે તો જુની જંત્રીનો લાભ આપવામાં આવશે. જે ચાર માસની સમય મર્યાદા પૂર્ણ થવામાં ૬ દિવસ બાકી છે માટે જેના દસ્તાવેજમાં તા.૧૫/૦૪/૨૦૨૩ પહેલાં મત્તુ થયેલ હોય અને યોગ્ય સ્ટેમ્પ વાપરેલ હોય તેવા લેખો નોંધણી અધિનિયમ મુજબ ચાર માસની સમયમર્યાદામાં તા.૧૪/૦૮/૨૦૨૩ સુધી નોંધણી કરાવી લેવા જમીન-મિલકત માલિકોને જણાવવામાં આવે છે. જે પક્ષકારોને કોઈ પણ કારણોસર દસ્તાવેજ નોંધણી કરાવવાની ન હોઈ અથવા સ્ટેમ્પનો ઉપયોગ કરવાનો ન હોય તો, સ્ટેમ્પ ખરીદ્યા તારીખથી છ માસની સમય મર્યાદામાં રીફંડ માટે સક્ષમ અધિકારીને અરજી કરી રીફંડ મેળવી લેવું. સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સ અને નોંધણી સહ નિરીક્ષકની કચેરીની એક અખબાર યાદીમાં ઉપરોક્ત વિગતો આપવામાં આવેલ છે.

Advertisement
error: Content is protected !!