Dahod
દાહોદ જિલ્લામાં વ્યાજ ના નામે ગરીબો નુ લોહી ચૂસનાર ની હવે ખેર નથી

ગુજરાત નાણા ધીરનાર અધિનિયમ-2011 રજીસ્ટ્રેશન,નોંધણી કરાવ્યાં વિનાનાં વ્યક્તિઓ નાણા ધિરધારનો વ્યાજવટાવનો ધંધો કરી શકશે નહીં. અને નાણા ધીરનાર વ્યક્તિઓ સરકારે નિયત કરેલ વ્યાજદરથી વધુ વ્યાજ દર વસુલી શકશે નહીં. જો કોઈ આવું કૃત્ય કરશે તો ગંભીર સજાને પાત્ર થશે.
જેમાં દાહોદ પોલીસ દ્વારા દાહોદ જિલ્લાના નાગરિકોના હિટ માટે દાહોદ જિલ્લાના નાગરિકોને જણાવવામાં આવે છે કે, આપના વિસ્તારમાં આવી ગેર કાયદેસરની નાણા ધીરધારની પ્રવુતિ ચાલતી હોય તો આપ તમામ નાગરિકો નજીકના પોલીસ સ્ટેશન તથા જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક નંબર :-/02673 222400 પર સંપર્ક કરી શકો છો. અને સાથે આપની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે. તેવુ દાહોદ જિલ્લા પોલીસ દ્વારા જણાવવામાં આવ્યુ છે.
(પ્રતિનિધિ સલમાન મોરાવાલા સંતરામપુર)