Gujarat
રેલ વિભાગે જાહેરનામું બહાર પાડ્યા વગર ફાટક બંધ કરી દેતા સાવલી હાલોલ રોડ ઉપર હજારો વાહન ચાલકો ફસાયા
(સાવલી તા.૨૩)
સાવલી તાલુકાના સાવલી હાલોલ રોડ પર ચાંપાનેર ગામ પાસે પસાર થતી રેલવે લાઈન ની ફાટક રેલવે વિભાગ દ્વારા વૈકલ્પિક ડાયવર્ઝન કે રસ્તો આપ્યા વગર ભારે ટ્રાફિક વાળો મુખ્ય માર્ગ મનસ્વી પણે સમારકામ ના બહાના હેઠળ બંધ કરી દેવાતા હઝારો રાહદારી ઓ ને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે
સાવલી તાલુકામાં પસાર થતી વિવિધ રેલવે લાઈનની ફાટકો મનસ્વી રીતે બંધ કરવા માટે રેલ વિભાગ જાણીતી છે તેવી જ રીતે સાવલી હાલોલ રોડ રોજના હજારો ભરદારી વાહનો અને દ્વિચક્રી વાહનો અવરજવર કરે છે સાવલી તાલુકાના અડીને જ પંચમહાલ જિલ્લો આવેલો છે જ્યાં પવિત્ર પાવાગઢ ધાર્મિક સ્થળ આવેલું છે સાથે સાથે હાલોલમાં સેકડો કંપનીઓ કાર્યરત છે જેમાં હઝારો યુવકો અને નાગરિકો નોકરી અર્થે તેમજ પાવાગઢ દર્શન અર્થે અવરજવર કરે છે અને મોટાભાગના લોકો ચાપાનેર રેલવે ફાટક નો ઉપયોગ કરે છે પરંતુ છેલ્લા ત્રણ દિવસથી રેલવે વિભાગે સમારકામના બહાના હેઠળ અગોતરી જાણ કર્યા વગર કે કોઈપણ જાતનો જાહેરનામું બહાર પાડ્યા વગર ફાટક બંધ કરી દેતા હજારો રાહદારીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે સામાન્ય રીતે કોઈપણ રાહદારી રસ્તો અને જાહેર માર્ગ બંધ કરતા પહેલા જાહેરનામું અને સમાચાર માધ્યમો દ્વારા જાહેર જનતા જોગ પ્રસિદ્ધ કરવામાં આવે છે અને અગોતરી જાણ કર્યા બાદ રસ્તાઓ બંધ કરવામાં આવે છે અને વૈકલ્પિક માર્ગ વિશે પણ જાહેરાત કરવામાં આવે છે પરંતુ ચાપાનેર ફાટક કિસ્સામાં માત્ર હિન્દીમાં ફાટક બંધ વિશેનું જાણ કરતું લખાણ લખીને સંતોષ માનવામાં આવ્યો છે તેના કારણે રાહદારીઓ ને ભારે આપદા ભોગવવાનો વારો આવ્યો છે તેવું પંથકવાસીઓ જણાવી રહ્યા છે
વૈકલ્પિક રીતે ટ્રાફિક કંબોલા ગામમાંથી પસાર થઈ રહ્યો છે જેના કારણે ગ્રામજનો ભારે હેરાન પરેશાન થઈ ગયા છે અને ગામના સાંકડા રસ્તા ના કારણે વાહન પલટી ખાવાના અને ફસાઈ જવાના બનાવો નોંધવા પામ્યા છે ચાપાનેર રેલવે ફાટકથી ગોધરા તરફ જતા માત્ર ૨૦૦ મીટરમાં જ ગરનાળુ આવેલું છે જો આ ગરનાળુ રેલવે વિભાગ દ્વારા મરામત કરાવીને અવરજવર માટે ડાયવર્ઝન આપી શકાયું હોત અને ટુવ્હીલર અને મોટર કાર જેવા વાહનો પસાર થઈ શક્યા હોત અને કંબોલા ગામમાં ટ્રાફિક નો પ્રશ્ન ઉભો ના થાત અને રાહદારીઓને પણ આંશિક રાહત થઈ હોત પરંતુ રેલવે વિભાગ દ્વારા મનસ્વી નિર્ણય લઈને સમગ્ર તાલુકાની પ્રજાને ભારે હેરાન અને આપદા ભોગવવાનો વારો આવ્યો છે રેલવે વિભાગ કેન્દ્ર સરકારને આધીન છે ત્યારે અને વડાપ્રધાન પદે ગુજરાતી નરેન્દ્ર મોદી બિરાજમાન છે ત્યારે સ્થાનિક સમસ્યાઓને ધ્યાને લઈને પોતાના વિભાગોને પ્રજાલક્ષી નિર્ણય અને જાહેરાત કરવાના સૂચનો આપે તેવી માંગ ઉઠી છે સાથે સાથે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ પ્રજાનો આ પ્રશ્ન તંત્ર સુધી પહોંચાડે તેવી માંગ ઉઠી છે
આ વિસ્તારમાં અગ્રણી યશવંત ભાલિયાના જણાવ્યા પ્રમાણે રેલ્વે વિભાગ વર્ષોથી પ્રજાને હેરાન કરવામાં કોઈ પણ જાતની કસર લાગતી નથી સામાન્ય દિવસોમાં પણ ટ્રેન આવવાના અડધો કલાક પહેલા ફાટક બંધ કરી દેવા માટે ટેવાયેલી છે અને જ્યારે એક અઠવાડિયા જેટલા સમય માટે જો રાહદારીઓ માટે ફાટક બંધ કરવાની હોય તો વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થા કરવાના બદલે ગામના આંતરિક રસ્તાઓ પરથી રાહદારીઓને પસાર થવા મજબૂર કર્યા છે ફાટક બંધ અને સમારકામ સામે અમારો કોઈ વાંધો નથી પરંતુ વૈકલ્પિક રસ્તો ના આપવાના નિર્ણય સામે અમારો વિરોધ છે ત્યારે સત્વરે યોગ્ય પગલા ભરાય તેવી અમારી માંગ છે
તસવીરમાં સાવલી હાલોલ રોડ પર ચાંપાનેર રેલવે ફાટક બંધ કર્યા ની અને ટ્રાફિક જામ ની તસવીરો નજરે પડે છે