Dahod
ઝાલોદ એસ.ટી ડેપોને ત્રણ બસ ફાળવાઈ : ધારાસભ્ય મહેશ ભૂરિયાએ બસને લીલી ઝંડી આપી

(પંકજ પંડિત ઝાલોદ)
ગુજરાત સરકાર દ્વારા ઝાલોદ ડેપોને નવિન ત્રણ બસની ફાળવણી કરવામાં આવી હતી. આ ત્રણે બસ ઝાલોદ થી વલસાડ, ગાંધીનગર અને ઝાલોદ દાહોદ લોકલ રૂટ માટે મિની બસ ચાલુ કરવામાં આવેલ છે. ઝાલોદ ભાજપના ધારાસભ્ય મહેશ ભૂરિયાના હસ્તે આજ રોજ તારીખ 25-05-2023 ગુરુવારના રોજ સવારે ૯ વાગે મુહૂર્ત કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય મહેશ ભૂરિયા દ્વારા ત્રણે બસોની પૂજા કરી નાળિયેર વધેરી બસને લીલી ઝંડી આપી જાહેર જનતા માટે આ બસ પ્રસ્થાન કરાવી હતી.
ધારાસભ્ય મહેશ ભૂરિયાએ ત્રણે બસના ડ્રાઇવર કંડક્ટરને માતાજીની ચૂંદડી , નારિયેળ તેમજ શગુન આપી સહુ મુસાફરોની સલામત રીતે બસ ચલાવવા તેમજ સહુ મુસાફરો મંગલમય મુસાફરી કરે તેવી શુભકામનાઓ આપી હતી. ત્યાર બાદ ધારાસભ્ય મહેશ ભૂરિયાએ લીમડી બસ સ્ટેશનનું નિરીક્ષણ કરી જરૂરી સુધારા વધારા કરવા અંગે ડેપો મેનેજરને માર્ગદર્શન આપ્યું હતું.
આ ત્રણે નવીન બસના ઉદ્ઘાટન પ્રસંગે લીમડી બસ સ્ટેશન ખાતે ભાજપના ધારાસભ્ય મહેશ ભૂરિયા , મિલન શ્રીમાર, દિનેશ નિનામા, સુનિલ નિનામાં,પંકજ કર્ણાવટ, લાલાભાઇ પટેલ, મુકેશ ખાંગુડા,સુનિલ કર્ણાવટ, સંજય ચૌહાણ તેમજ ભાજપના કાર્યકર્તાઓ હાજર રહેલ હતા.
ઝાલોદ ડેપો મેનેજર મુનિયા તેમજ, લીમડી બસ સ્ટેશનનો સ્ટાફ તેમજ ઝાલોદ બસ સ્ટેન્ડના સ્ટાફ પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા.