Surat

ભાજપના ત્રણ કોર્પોરેટર ગુમ થયા ? સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ

Published

on

(સુનિલ ગાંજાવાલા દ્વારા સુરત)

સુરત શહેરના કોટ વિસ્તારના ત્રણ નગરસેવકો સામે પ્રજામાં પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પાલિકાના ઇલેકશન વોર્ડ નં. 13 વાડીફળિયા-નવાગપુરા-બેગમપુરા-સલાબતપુરા વોર્ડના કોર્પોરેટર રેશમા લાપસીવાલા, મનીષા મહાત્મા અને નરેશ રાણા સામે પ્રચંડ આક્રોશ છવાયો છે. વોલ સિટીના ત્રણેય કોર્પોરેટરો ગુમ થયા હોવાની પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ફરી એક વાર રાજકીય ચકચાર મચી ગઇ છે.છેલ્લા 10 દિવસમાં સુરત શહેરના રાજમાર્ગ પર દબાણ મુદ્દે ઘમાસાણ ચાલી રહ્યું છે. કોટ વિસ્તારમાં દબાણના મુદ્દે કેટલાક કોર્પોરેટરો સક્રિય છે અને જાહેરમાં આ દબાણ દુર થાય તેવી માગણી સાથે લોકો સાથે ઉભા રહે છે. તો બીજી તરફ કેટલાક કોર્પોરેટરો જાહેર રસ્તા પર દબાણ મુદ્દે પલાયન નીતિ અપનાવી રહ્યાં છે તેના કારણે મતદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.ત્રણેય કોર્પોરેટરો તેમના વિસ્તારોમાં ફરકતાં નહીં હોય તેવી સ્થાનિક લોકોએ સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરી છે.

Advertisement

વોટ્સએપ ગ્રૂપમાં ફરી રહેલી પોસ્ટમાં હાથ જોડી વોટ માંગનારા હવે જનતા પાસે હાથ જોડાવી રહ્યાં હોવાનો ઉલ્લેખ કરાયો છે. એટલું જ નહીં, જેમને મળે તેઓ તાત્કાલિક આ ત્રણેય કોર્પોરેટરોને દબાણો દૂર કરાવવા રાજમાર્ગ ઉપર હાજર કરો, તેવી વિનંતી કરવામાં આવી છે.દબાણો દૂર કરી રસ્તો ખુલ્લો કરાવવામાં ત્રણેય કોર્પોરેટર નિષ્ફળ પુરવાર થયા છે. તેવા સંજોગોમાં ત્રણેય કોર્પોરેટરોએ પરિવાર સાથે તાજેતરમાં ફેમિલી ટૂર કરી હતી. મધ્યપ્રદેશના મનસોર ખાતે ત્રણેય કોર્પોરેટરો પરિવાર સાથે ફરવા ગયા હતા. આ બાબતે પણ પાલિકાના વર્તુળો તથા રાજકીય પક્ષમાં ભારે ચર્ચા શરૂ થઇ છે.વોર્ડ નં. 13ના કોર્પોરેટરોએ આજે સ્થાયી સમિતિ અધ્યક્ષને સામૂહિક રજૂઆત કરી હતી. ચૂંટણી જીતી પ્રજા વચ્ચેથી ગાયબ થઇ ગયેલા મનીષા મહાત્મા તેમના વોર્ડ વિસ્તારમાં દેખાતા નથી, તેવી ફરિયાદ વચ્ચે આજે પણ ગંભીર સ્થિતિ બાબતે સ્થાયી સમિતિમાં રજૂઆત કરવા માટે તેણીના સ્થાને તેમના પતિ મુકેશ મહાત્મા આવ્યા હોય ભારે અચરજનો માહોલ છવાયો હતો.

Advertisement

Trending

Exit mobile version