Connect with us

Ahmedabad

ત્રિદિવસીય શ્રી સ્વામિનારાયણ મંદિર, ધરમપુર – શ્રી ઘનશ્યામ મહારાજ સુવર્ણ પ્રતિષ્ઠા મહોત્સવ રંગેચંગે ઉજવાયો

Published

on

Three-day Sri Swaminarayan Temple, Dharampur - Sri Ghanshyam Maharaj Suvarna Pratishtha Festival celebrated at Rangechang

સર્વજીવહિતાવહ શિક્ષાપત્રી ૧૯૮ મી જયંતીએ પૂજન, અર્ચન, દસ હજાર સામૂહિક શિક્ષાપત્રીના પાઠ વગેરેથી દબદબાભેર ઉજવણી

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન – શ્રી સ્વામિનારાયણ મંદિર, ધરમપુરમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજ સુવર્ણ પ્રતિષ્ઠા મહોત્સવ કુલ ત્રણ દિવસનો ઊજવવામાં આવ્યો હતો. જેમાં શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથ, શ્રીજીસ્વયંમૂર્તિ જીવનપ્રાણ શ્રી અબજીબાપાશ્રી વાતોની સમૂહ પારાયણ તથા પૂજન, અર્ચન, ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમ, શાકોત્સવ, શોભાયાત્રા, ભકિત સંગીત વગેરે વિવિધ ભક્તિ સભર કાર્યક્રમોનાં આયોજન પણ કરવામાં આવ્યાં હતાં. મહોત્સવનાં તૃતીય દિને મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી તથા પૂજનીય સંતો હરિભક્તોના સાન્નિધ્યમાં સુસજ્જ મંદિર મહેલ શોભી રહ્યો ત્યારે શ્રી ઘનશ્યામ મહારાજ સુવર્ણ પ્રતિષ્ઠા મહોત્સવ હર્ષોલ્લાસભેર ઊજવવામાં આવ્યો હતો.

Advertisement

Three-day Sri Swaminarayan Temple, Dharampur - Sri Ghanshyam Maharaj Suvarna Pratishtha Festival celebrated at Rangechang

શ્રી સ્વામિનારાયણ મંદિર, ધરમપુરમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજની ષોડશોપચારથી પૂજાવિધિ, અન્નકૂટોત્સવ તથા સર્વજીવહિતાવહ શિક્ષાપત્રી ૧૯૮ મી પ્રાગટય જયંતીએ શિક્ષાપત્રીનું પૂજન, અર્ચન, આરતી, આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજના આશીર્વાદ વગરે અનેકાનેક આધ્યાત્મિક કાર્યક્રમો યોજાયા હતા.

Three-day Sri Swaminarayan Temple, Dharampur - Sri Ghanshyam Maharaj Suvarna Pratishtha Festival celebrated at Rangechang

આ દિવ્ય અવસરે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજે આશીર્વાદમાં જણાવ્યું હતું કે, શિક્ષાપત્રી સર્વોપરી, સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનનું સ્વરૂપ છે. શિક્ષાપત્રી ૩૫૦ શાસ્ત્રોનો સાર છે. માનવીનું ઘડતર કરતો અણમોલ ગ્રંથ છે. શિક્ષાપત્રી અમૃત મનુષ્યોના મોક્ષ માટે ખરા અર્થમાં જીવન માર્ગદર્શિકા છે. જે મુમુક્ષુ આ શિક્ષાપત્રી પ્રમાણે જીવન જીવશે તેના જીવનમાં ભગવાનનો અખંડ રાજીપો રહેશે, જીવનમાં બેઠો આનંદ પ્રાપ્ત થશે અને કાયમી સુખ પ્રાપ્ત થશે.

Advertisement

Three-day Sri Swaminarayan Temple, Dharampur - Sri Ghanshyam Maharaj Suvarna Pratishtha Festival celebrated at Rangechang

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર, ધરમપુર શ્રી ઘનશ્યામ મહારાજ સુવર્ણ પ્રતિષ્ઠા મહોત્સવના સમાપન દિને – શિક્ષાપત્રી ૧૯૮ મી જયંતીએ ૧૦,૦૦૦ સામૂહિક શિક્ષાપત્રીના પાઠ કરવામાં આવ્યા હતા. શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજે શ્રી હરિકૃષ્ણ મહારાજ સહ સર્વજીવહિતાવહ શિક્ષાપત્રી ગ્રંથનું પૂજન અર્ચન કરીને આરતી ઉતારી હતી. જેનો અવિસ્મરણીય લ્હોવો દેશવિદેશના અસંખ્ય હરિભક્તોએ લીધો હતો.

Advertisement
error: Content is protected !!