Panchmahal
પરોલી પાસે બાઈક ચાલક ઝાડ સાથે અથડાતા ત્રણને ઈર્જા
(ગોકુળ પંચાલ દ્વારા)
ઘોઘંબા તાલુકાના પરોલી પાસે એક બાઈક ચાલકે સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવતા ઝાડ સાથે અથડાયો હતો જેમાં ત્રણ લોકોને ઈજા પહોંચતા 108 મારફતે ઘોઘંબા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આજરોજ દેવગઢ બારિયા તાલુકાના અપલોડ ગામના દિનેશભાઈ તેમના મિત્ર સાથે ઘોઘંબા આવી રહ્યા હતા તે દરમિયાન પરોલી પાસે સ્ટેરીંગ ઉપરનો કાબૂ ગુમાવી દેતા ધડાકાભેર બાઇક ઝાડ સાથે અથડાઈ હતી તેમાં દિનેશભાઈ, પ્રવીણભાઈ તથા મહેશભાઈને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
અકસ્માતનો અવાજ સાંભળી આસપાસ ના લોકો દોડી આવ્યા હતા તેમ જ ત્યાંથી પસાર થતાં રાહદારીઓએ રાજગઢ પોલીસને જાણ કરી હતી અને 108 બોલાવી તેઓને સારવાર માટે ઘોઘંબા હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા રાજગઢ પોલીસને અકસ્માતની જાણ કરતા રાજગઢ પીએસઆઇ જે.બી ઝાલા પોલીસ સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી ઈર્જાગ્રસ્તો ને એમ્બ્યુલન્સમાં બેસાડી સારવાર માટે મોકલી આપ્યા હતા.