National
UP થી મુંબઈ શેઠને ત્યાં લૂંટ કરવા નીકળેલ ત્રણ ઇસમો બે રિવોલ્વર તથા કારતૂસ સાથે ઝડપાયા

ઉત્તર પ્રદેશ થી મુંબઈ શેઠને ત્યાં લૂંટ કરવામાં ઇરાદે થી પિસ્તોલ લઈ નીકળેલ પાંચ ઇસમો ઉત્તરપ્રદેશ થી રાજસ્થાન પાર કરી ગુજરાતમાં પ્રવેશતાં અમીરગઢ ચેકપોસ્ટ પર પોલીસે ત્રણ ઈસમો ને પિસ્તોલ અને કારતૂસ સાથે ઝડપી પાડી લુટ ના કાવતરા ને નિષ્ફળ બનાવ્યું.
બનાસકાંઠા ની સરહદી વિસ્તાર ધરાવતી અને અતિ સંવેદનશીલ ગણાતી અમીરગઢ ચેકપોસ્ટ પર બોર્ડર પર ફરજ પરની પોલીસ રૂટિન ચેકીંગ કરી રહી હતી તે દરમિયાન રાજસ્થાન તરફથી આવતી શંકાસ્પદ કાર રોકી તપાસ કરતાં કારમાં સવાર પાંચ માંથી બે ઇસમો પોલીસને જોઈ ભાગી જતાં પોલીસે અન્ય ત્રણ ને પકડી કારમાં તપાસ કરતા તેમાં દેસી બનાવટની બે પિસ્તોલ અને એકવીસ કારતૂસ હતા અથી પોલીસ દ્વારા કારમાં બે પિસ્તોલ લઈ જતા પાંચ ઇસમો પૈકી ત્રણ ઇસમો ની અટકાયત કરવામાં આવેલ છે જ્યારે બે ઇસમો અંધારાનો લાભ લઈ ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા પકડાયેલ ઇસમો ની પોલીસ દ્વારા પૂછ પરછ કરતા જાણવા મળ્યું હતું કે એક ઇસમ મુંબઈ નોકરી કરતો હોઈ ઘરે આવી અન્ય ચાર મિત્રો ને લઈ પોતાના વતન ઉત્તરપ્રદેશ થી શેઠના ઘરે સોના ચાંદી અને રોકડ રકમની લૂંટ કરવામાં ઇરાદે કાર મા બે દેસી તમંચા અને 21 કારતૂસ લઈ મુંબઈ જવા નીકળ્યા હતા ઉત્તરપ્રદેશ થી આવતા અમીરગઢ ચેકપોસ્ટ પર તેઓની અટકાયત કરવામાં આવી હતી જેમા પકડાયેલ ત્રણ ઇસમો અને ભાગી ગયેલ બે ઇસમો ઉપર ગુનો નોધી પકડાયેલ દેસી તમંચા નંગ બે અને 21જીવતા કારતુસ, મોબાઇલ ગાડી સાહિત કુલ419500/નો મુદ્દામાલ કબજે લઈ ભાગી ગયેલ બે ઇસમો ને પકડવા પોલીસે ચક્રોગતિ માન કર્યો હતા