Dahod
એક સાથે ત્રણ ટ્રક પલટી ખાઈ ગઈ:રસ્તા ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા
(પંકજ પંડિત દ્વારા)
ઝાલોદ મુવાડા ચોકડી થી આસરે બે કિલોમીટરના અંતરે ત્રણ ટ્રક પલ્ટી રોડ પર થી ઉતરી નીચે પલ્ટી ખાઈ ગયેલ છે. ટ્રક જોતા એવું લાગી રહેલ છે કે આ ત્રણે ટ્રક સુખસર તરફ થી ઝાલોદ તરફના રસ્તા પર આવતી હતી. આ ત્રણે ટ્રક પલ્ટી ખાઈ ગયેલ હોવાના સમાચાર પ્રાપ્ત થતા તાત્કાલિક ડી.વાય.એસ.પી પટેલ અને પી.એસ.આઈ રાઠવા સહિતનો પોલિસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવેલ હતો. ટ્રક પલ્ટી ખાઈ જવાની ઘટનાને લઈ કોઈ જાનહાનિ ન હોવાની માહિતી મળેલ છે. આ ત્રણે ટ્રક પલ્ટી ખાઈ જતાં તાત્કાલિક ટ્રક ખસાડવાની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી અને આ ટ્રક પલટી ખાઈ ગયેલને લઈ બંને બાજુ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયેલ હતા.
પ્રાથમિક રીતે જોતાં એવું તારણ કાઢી શકાય કે બે દિવસથી નગરમાં ભારે વરસાદને લઈ આ ટ્રકો રોડ પરની આજુબાજુની માટીમાં ફસાઈ જવાથી પલ્ટી ખાઈ ગયેલ હોઈ શકે તેવું માનવામાં આવી રહેલ છે.હાલ આ રસ્તા પર થી વાહન વ્યવહાર ખોરવાઈ ગયેલ છે મોટી ટ્રક કે બસ એક્સીડેન્ટ થયેલ જગ્યાએ દુર્ઘટના થયેલ વહાનો ન હટતા આ રસ્તા પરથી પસાર થઈ શકે તેવું નથી. આ લખાય છે ત્યાં સુધી આ એક્સીડેન્ટ વિશે કોઈ પણ કેસ પોલિસ ચોપડે નોંધાયેલ નથી.