Vadodara
દશામાનુ વિસર્જન કરવા આવેલા ત્રણ યુવાનો મહીસાગર નદીમાં ડૂબ્યા
(અવધ એક્સપ્રેસ દ્વારા)
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના કનોડા પોઇચા પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં આજરોજ દશામાંની પ્રતિમાનું વિસર્જન કરવા આવેલા એક ગામના સગીર સગીર વયના ત્રણ યુવકોનું ડૂબી જવાથી મોત નીપજયું હતું. બનાવ ની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ત્રણેય યુવાનોની શોધખોળ આદરી હતી જેમાં એક યુવાન સંજય ગોહિલ નો મૃતદેહ મળી આવ્યો હતો તથા અન્ય બે મૃતદેહની શોધખોળ કરવામાં આવી છે. આ બનાવના પગલે સાવલી તાલુકાના ધારાસભ્ય કેતન ઇનામદાર બનાવના સ્થળે પહોંચી પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.
આજરોજ દશામાં ની પ્રતિમાઓનું વિસર્જન હોય રણછોડપુરા ગ્રામજનો દશામાની મૂર્તિ ને વાજતે ગાજતે કનોડા પોઇચા ની મહીસાગર નદીમાં વિસર્જન કરવા આવ્યા હતા. વિસર્જન બાદ ન્હાવા પડેલા ત્રણ યુવકો સંજય ગોહિલ,વિશાલ ગોહિલ તથા કૌશિક નદીમાં ડૂબી ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ત્રણેય યુવાનો સગીર વયના અને એક જ ગામના હોય નાનકડા રણછોડપુરામાં માતમ છવાયો હતો ફાયર ફાઈટરની ટીમે ત્રણ યુવાનો પૈકી એકનો મૃતદેહ શોધી કાઢ્યો છે અને અન્ય બે યુવાનોની શોધખોળ હાથ ધરી છે
તંત્રની બેદરકારીને કારણે આ બનાવ બન્યો છે આજે વિસર્જન હોય તંત્રએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હોત તો. કદાચ આ બનાવને ટાળી શકાયો હોત લાંછનપુરા ગામે પણ કલેક્ટરે ન્હાવા માટે પ્રતિબંધ મૂક્યો હોવા છતાં અહીં યુવાનોના ડૂબવાના બનાવો હજુ પણ બન્યા કરે છે ત્યારે તંત્રએ ધાર્મિક પ્રસંગ હોય તે સમયે નદી તેમજ તળાવ ઉપર ચાંપતો બંદોબસ્ત ગોઠવી માત્ર તરવૈયાઓને નદી તળાવમાં જવાની પરવાનગી
* ન્હાવા પડેલા ત્રણ યુવકો સંજય ગોહિલ,વિશાલ ગોહિલ તથા કૌશિક નદીમાં ડૂબી ગયા
* સાવલી તાલુકાના ધારાસભ્ય કેતન ઇનામદાર બનાવના સ્થળે પહોંચી પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું
* લાંછનપુરા ગામે પણ કલેક્ટરે ન્હાવા માટે પ્રતિબંધ મૂક્યો હોવા છતાં અહીં યુવાનોના ડૂબવાના બનાવો હજુ પણ બન્યા કરે છે
* પિતાનો યુવાન પુત્ર ના મૃતદેહ ને વળગી વલોપાત