Connect with us

Surat

સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી કરન્સી સાથે નવસારીના ત્રણ યુવાન ઝડપાયા

Published

on

Three youths from Navsari were caught with foreign currency from Surat railway station area

(સુનિલ ગાંજાવાલા સુરત)

સુરત શહેર પીસીબી અને એસઓજીએ રેલવે સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી કરન્સી સાથે નવસારીના ત્રણ યુવાનને 19.92 લાખના ભારતીય મૂલ્યના રીયાલ, ઓસ્ટ્રેલીયન ડોલર, થાઈબાથ, અમેરીકન ડોલર, દીરહામ અને મલેશીયા રીગીટ સાથે નવસારીના ત્રણ રાજસ્થાની યુવાનને ઝડપી લીધા હતા. ત્રણ પૈકી વિજલપુરનો યુવાન સુરતના મહિધરપુરામાં મનીચેન્જરની આડમાં બ્લેકમાં વિદેશી કરન્સી વેચવા આવેલાને ઓછા ભાવે બદલી આપી ખરીદવા આવેલાને ઊંચા ભાવે આપતો હોય આ અંગે ઈડીને જાણ કરાઈ છે.

Advertisement

Three youths from Navsari were caught with foreign currency from Surat railway station area

પીસીબીના હેડ કોન્સ્ટેબલ વિક્રમભાઈ વાઘજીભાઈ અને હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ કોદરભાઈને મળેલી બાતમીના આધારે પીસીબી અને એસઓજીએ સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાં વોચ ગોઠવી નિરવ મનોહરલાલ શાહ, સુરજ લક્ષ્મએણસિંગ રાજપુત અને મનોજકુમાર કંચનભાઈ બારીયા પાસેથી અમેરીકન ડોલર, દીરહામ અને મલેશીયા રીંગીટ કબજે કરી પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તે પૈકી નિરવ શાહ સુરતના મહિધરપુરા વાણીયા શેરીમાં નાકોડાના નથી મનીચેન્જરનું કામ કરે છે. જોકે, તેની પાસે વિદેશી કરન્સી બદલવા આવતા લોકોને તે કરન્સીના બદલામાં રૂપિયાની એન્ટ્રી આપતો હતો. છેલ્લાં એક મહિનાથી તે આ રેકેટ ચલાવતો હતો અને તેની સાથે ઝડપાયેલા સુરજ અને મનોજકુમાર અલગ અલગ લોકો પાસેથી આ રીતે બ્લેકમાં વિદેશી કરન્સી મેળવતા હતા. પોલીસે વિદેશી કરન્સીનો મામલો હોય આ અંગે ઈડીને જાણ કરી છે.

Advertisement
error: Content is protected !!