Panchmahal
લાલપુરી થી મહીસાગર નદીમાં બાધા પૂરી કરવા ગયેલા ત્રણ યુવાનો ડૂબ્યા એકનું મોત બે નો બચાવ
(ગોકુળ પંચાલ/રીજવાન દરિયાઈ)
ઘોઘંબા તાલુકાના લાલપુરી ગામના ત્રણ યુવકો પરિવાર સાથે સેવાલિયા પાસે આવેલી મહીસાગર નદીમાં બાધા પૂરી કરવા માટે ગયા હતા જેમાં મહી નદીમાં નાહવા પડેલા ત્રણેય યુવાનો પૈકી એક યુવાનનું ડૂબી જતા મોત નીપજયું હતું. મરનાર યુવાન અભેટવા ગામનો અને લાલપુરી ગામનો જમાઈ હોય આ બંને ગામોમાં માતમ છવાયો હતો.
લાલપુરી ગામના પરમાર પરિવારે માં મહીસાગરની બાધા રાખી હતી મનોકામના પૂર્ણ થતા આજરોજ પરમાર પરિવાર ઇકો કાર લઈ સેવાલીયા ખાતે આવેલ મહીસાગર નદીમાં બાધા પૂરી કરવા માટે ગયો હતો. માનતા પૂરી કર્યા બાદ ત્રણ યુવાનો મહીસાગર નદીના પાણીમાં નાહવા પડ્યા હતા. નદીમાં ઉંડા ધરા હોય ત્રણ યુવાનો પૈકી લાલપુરી ગામના જમાઈ સુરેશભાઈ પરમારનું ડૂબી જવાથી મોત નીપજયું હતું જ્યારે અન્ય બે યુવાનો પૃથ્વીરાજ પરમાર તથા રાજકુમાર પરમારને બચાવી લેવામાં આવ્યા હતા. બચી ગયેલા યુવાનોમાં એકની હાલત ગંભીર છે એક યુવાનને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યો હતો બંને યુવાનો ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સેવાલિયા ખાતે આવેલી મહીસાગર નદીમાં ક્વોરી ઉદ્યોગો દ્વારા નદીમાં લીજ બનાવી બ્લાસ્ટ કરી પથ્થર તોડવામાં આવે છે આ લીજ લોકો માટે જોખમરૂ બની છે આજના બનાવથી તંત્રએ સમયસર જાગી જવાની જરૂર છે જો આવી લીઝો ઉપર પ્રતિબંધ મૂકવામાં નહીં આવે તો મહીસાગર નદી ભૂતકાળ બની જશે અને અહીં મોટી હોનારત સર્જાશે.