Sports

Tim Paine Retirement: ઓસ્ટ્રેલિયાના ખેલાડી ટિમ પેને ડોમેસ્ટિક ક્રિકેટમાંથી લીધી નિવૃત્તિ, જાણો કેવું રહ્યું તેનું કેરિયર

Published

on

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ટેસ્ટ કેપ્ટન ટિમ પેને ઘરેલું ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. તેણે તાસ્માનિયા અને ક્વીન્સલેન્ડ વચ્ચે રમાયેલી મેચ બાદ શુક્રવારે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટને અલવિદા કહી દીધું. આ દરમિયાન ટિમ પેન ભાવુક દેખાતા હતા. સાથી ખેલાડીઓએ તેમને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું. તસ્માનિયા અને ક્વીન્સલેન્ડ વચ્ચે રમાયેલી આ મેચ ડ્રો રહી હતી. તેની છેલ્લી ફર્સ્ટ ક્લાસ મેચમાં તેણે પ્રથમ દાવમાં 62 બોલમાં 42 રન બનાવ્યા હતા. અને બીજા દાવમાં 3 રન બનાવી નોટઆઉટ રહ્યો હતો. ટિમ પેને વર્ષ 2005માં સાઉથ ઓસ્ટ્રેલિયા સામે ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યું હતું.

 

Advertisement

રેકોર્ડ પેનના નામે નોંધાયેલ છે

તસ્માનિયા માટે ઘરેલું ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌથી વધુ કેચ પકડવાનો રેકોર્ડ ટિમ પેઈનના નામે છે. તેણે તસ્માનિયા માટે વિકેટકીપર તરીકે 295 કેચ લીધા છે. ટિમ પેન ઓગસ્ટ 2022માં ક્રિકેટમાં પરત ફર્યા હતા. આ પહેલા તેણે માનસિક સ્વાસ્થ્યને ટાંકીને ક્રિકેટમાંથી અનિશ્ચિત સમયનો બ્રેક લીધો હતો. તેણે 2022-23 સીઝનમાં ઘરેલુ ક્રિકેટમાં 7 મેચ રમી અને 156 રન બનાવ્યા. આ દરમિયાન તેની એવરેજ 17.33 હતી. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેના 4 હજારથી વધુ રન છે. તે તાસ્માનિયાની 2 ટાઇટલ જીતમાં સામેલ હતો.

Advertisement

Trending

Exit mobile version