Chhota Udepur
જેતપુરપાવીમાં બીજેપી કાર્યકર્તાઓ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન મોટી સંખ્યામાં લોકો જોડાયા
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
- ડુંગરવાંટ થી મોટીબેજ શહીદ ચોક સુધી તિરંગા યાત્રા કાઢવામાં આવી
ભારત આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ કરી રહ્યું છે ત્યારે કેન્દ્ર સરકાર ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ કાર્યક્રમ અને ‘હર ઘર તિરંગા’ અભિયાન માટે જોરશોરથી તૈયારી કરી છે. આ અંતર્ગત આજરોજ જેતપુરપાવી ભાજપ પરિવાર દ્વાર મોટરસાઇકલ પર સવાર થઈને તિરંગા યાત્રા કાઢી હતી.
જેતપુરપાવી તાલુકાના ડુંગરવાટ થી મોટીબેજ શહીદ ચોક સુધી ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. મોટીબેજ ગામના શહીદ જવાન સ્વ. મથુરભાઈ રાઠવા ઝારખંડમાં દેશના દુશ્મનો સાથે લડતા લડતા ૨૦૦૨માં શહીદ થયાં હતા ત્યારે તેમની પ્રતિમાને ફુલહાર પહેરાવી અને તેમના પરિવારને યુવા મોરચા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રામાં ડો.સેલના જિલ્લા સંયોજક ડો. સ્નેહલભાઈ રાઠવા, જિલ્લા ઉપ પ્રમુખ શંકરભાઇ રાઠવા, તાલુકા મહામંત્રી પ્રવીણભાઈ રાઠવા, તાલુકા યુવા મોરચા ના પ્રમુખ કિરણભાઈ રાઠવા, તેમજ ઉપપ્રમુખો, મહામંત્રી, સરપંચો, પુરી ટિમ વડીલો સહિતના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ની ઉપસ્થિતિમાં ત્રિરંગા યાત્રા કાઢવામાં આવી હતી.