Connect with us

Gujarat

મહોરમના તહેવારની ઉજવણીને લઈ વડોદરા શહેરમાં નો-પાર્કિંગ ઝોન અને ટ્રાફિક ડાયવર્ઝન જાહેર

Published

on

વડોદરા શહેર પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કરીને પ્રતિબંધિત અને વૈકલ્પિક રસ્તાઓ જાહેર કર્યા

તા. ૧૭/૦૭/૨૦૨૪ સુધી મુસ્લિમ બિરાદરોનો તહેવાર મહોરમ (તાજીયા) ઉજવવામાં આવે છે. તા. ૧૭/૦૭/૨૦૨૪ ના બપોરની નમાજ બાદ મહોરમ તાજીયાનું જુલુસ-નિયત કરેલ માર્ગ (રૂટ) ઉપરથી સરસીયા તળાવ, બોરીયા તળાવ,બારે ઇમામ મસ્જીદ તથા જે તે સ્થળે ધાર્મિક વિધિ કરી વિસર્જન (ઠંડા) કરી મહોરમની સમાપ્તી કરવામાં આવે છે. આ પ્રસંગે જાહેર જનતાને અગવડ ન થાય અને ટ્રાફિક સુચારૂ રીતે ચાલે તે હેતુથી વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે તા.૧૭/૦૭/૨૦૨૪ ના કલાક ૧૨:૦૦ થી ૨૪:૦૦ વાગ્યા સુધી અથવા તાજીયા વિસર્જન પૂર્ણ ન થાય ત્યાં સુધી ટ્રાફિક વ્યવસ્થા અંગે નીચે મુજબનું જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે.

Advertisement

આ જાહેરનામાં દ્વારા શહેરના, પાણીગેટ દરવાજાથી માંડવી સુધી રોડની બન્ને બાજુ, નાની શાકમાર્કેટ થી ચોખંડી ચાર રસ્તા, ગેંડીગેટ દરવાજા થઇ માંડવી સુધી રોડની બન્ને બાજુ, લહેરીપુરા દરવાજાથી માંડવી સુધી રોડની બન્ને બાજુ, કુંભારવાડા પોલીસ સ્ટેશન ત્રણ રસ્તાથી ફતેપુરા ચાર રસ્તા થઇ, અડાણીયાપુલ ચાર રસ્તા,ચાંપાનેર દરવાજા થઇ, માંડવી સુધી રોડની બન્ને બાજુ, સલાટવાડા ત્રણ રસ્તાથી નાગરવાડા ચાર રસ્તા, કારેલીબાગ પોલીસ સ્ટેશન ચાર રસ્તા, ભુતડીઝાંપા, પાંજરીગર મહોલ્લા થઇ, ફતેપુરા ચાર રસ્તા સુધી રોડની બન્ને બાજુ, અડાણીયાપુલ ચાર રસ્તાથી સરસીયા તળાવ થઇ, ઠેકરનાથ સ્મશાન ત્રણ રસ્તા સુધીના રોડની બન્ને સાઇડે, તમામ પ્રકારના વાહનો માટે સંપૂર્ણપણે ‘નો પાર્કિંગ ઝોન’ જાહેર કરવામાં આવ્યો છે.

આ જાહેરનામાં દ્વારા આજવા, વાઘોડિયા રોડથી માંડવી, સરસીયા તળાવ તરફ જતા વાહનો માટે, ડભોઇ ત્રણ રસ્તા થી માંડવી તરફ જતા વાહનો માટે, માર્કેટ ચાર રસ્તા તરફ જતા વાહનો માટે, કોઠી ચાર રસ્તા થઈ રાવપુરા જતા વાહનો માટે, નાગરવાડા રોડ, કારેલીબાગ પોલીસે સ્ટેશન થઈ ફતેહપુર ચાર રસ્તા તરફ જતા વાહનો માટે, વારસિયા રોડ થી ફતેપુરા ચાર રસ્તા તરફ જતા વાહનો માટે, તાંદલજા રાજવી ટાવર તરફ જતા વાહનો માટે, નવાયાર્ડ ચિસ્તિયા મસ્જિદ તરફ જતા વાહનો માટે, ગોરવા મધુનગ ચાર રસ્તા તરફ જતા વાહનો માટે અને શહેરી  ગ્રામ્ય બસો તેમજ ભારદારી વાહન માટે પ્રતિબંધિત રસ્તાઓ અને વૈકલ્પિક વ્યવસ્થા બહાર પાડવામાં આવી છે.

Advertisement

તા. ૧૬/૦૭/૨૦૨૪ ના કલાક ૨૦:૦૦ વાગ્યાથી ઉપર આવતાં વાહનોને જુલુસ પૂર્ણ ન થાય ત્યાં સુધી જરૂરીયાત મુજબ ટ્રાફિક ડાયર્વજન કરવામાં આવશે. ઉપરોકત જણાવેલ તાજીયા વિર્સજનના રૂટ ઉપરના મુખ્ય ડાયર્વઝન,પોઇન્ટ પર પ્રવેશી ગયેલ વાહનોએ જણાવેલ અન્ય ડાયર્વઝન પોઇન્ટથી બહાર નિકળી જવાનુ રહેશે તેમજ રૂટ ઉપરની ગલીમાંથી આવતો ટ્રાફિક તાજીયા વિસર્જનના રૂટ ઉપર જઇ શકશે નહી. તાજીયા પસાર થઇ ગયા બાદ જરૂર મુજબ ટ્રાફિક ચાલુ બંધ કરવામાં આવશે.

આ જાહેરનામામાંથી તાજીયા વિસર્જનના વાહનો,બંદોબસ્તમાં રોકાયેલ વાહનો,પોલીસના વાહનો, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, ઇમરજન્સી વાહનોને મુકિત આપવામાં આવે છે.

Advertisement

 

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!