Connect with us

Editorial

આભાર માનવો એટલે બહુ સહેલાઈથી બીજાના દિલમાં પ્રવેશ કરવો.

Published

on

આભાર માનવો એટલે બહુ સહેલાઈથી બીજાના દિલમાં પ્રવેશ કરવો. કોઈની પણ નાની સરખી મદદ કે સલાહના બદલામાં આભાર માનવાની આદત નમ્ર અને વિવેકી બનાવે છે. સાથે કોઈ પણ ખર્ચ કે ખાસ મહેનત વિના પ્રિય કરે છે.

1620 માં 100 જેટલા પિલગ્રેમ્સ એટલાન્ટીક ઓશન પાર કરીને મેસેચ્યુસેટ્સ સ્ટેટના કિનારે  ઉતર્યા ,ત્યારે અહી વિન્ટરની કડકડતી ઠંડી હતી જ્યાં ભૂખ અને ઠંડીના કારણે કેટલાક મૃત્યુ પામ્યા. તેવા વખતે અમેરિકામાં રહેતા નેટીવ અમેરિકનો એ તેમને બચાવી લીધા અને અહીની ખેતી કરવાની જુદીજુદી રીતો શીખવી અહીની ભૌગોલિક સ્થિતિ વિષે જ્ઞાન આપ્યું ,પરસ્પર સાથ અને સહકાર થી તેઓ અવનવા પાક મેળવતા થયા. છેવટે  મજબુત સબંધો અને આભાર વ્યક્ત કરવાના ઈરાદા થી એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં નેટીવઅમેરીકન ટર્કી ,અને ડીયર નું માંસ અને કોર્ન લાવ્યા સામે પિલગ્રેમ્સ પણ તેમણે પકવેલી ચીજવસ્તુઓ લાવ્યા આમ સહુ પ્રથમ થેક્સ ગિવીંગ ડીનર ની શરૂઆત થઇ ત્યાર બાર 1776 માં અમેરિકા આઝાદ થયો અને 1789 માં આ દિવસ નેશનલ હોલીડે જાહેર થયો.

Advertisement

સામાન્ય રીતે આભાર માનવા કોઈ એક દિવસ નક્કી કરવો એવું નથી. આભાર માનવાની ઘણી રીતો છે અને ઘણા કારણો છે. કોઈએ કરેલા અહેસાન, કે કાર્યના બદલે તેનો આભાર માનવામાં આવે છે. તેના દ્વારા આપણને મળેલી મદદ ને જાહેરમાં જ્યારે કહીએ ત્યારે સામે વાળી વ્યક્તિને તેનો સંપૂર્ણ સંતોષ મળે છે. ભલે તેણે એ કાર્ય અહેસાન ભાવેના કર્યું હોય છતાં માન સમ્માન અને આભાર દરેકને ગમે છે. તો બીજી તરફ સામે વાળી વ્યક્તિએ ખાસ કઈ ના કર્યું હોય છતાં તેની એકલતા કે માનસિક તાણને ઓછો કરવા માટે પણ આભાર શબ્દ કામ લાગે છે. તેની નાની સરખી વાત, સલાહ કે મદદના બદલામાં થેક્સ કહી એ વ્યક્તિને થોડો ખાસ હોવાનો અનુભવ કરાવીએ તો એની હકારાત્મક અસર તેને ઝડપી આનંદિત કરે છે.

 

Advertisement

આજના ભાગતા હાંફતા સમય સાથે તાલમેલ કરતા માનવીનું માનસિક તાણ બમણું બની જાય છે.

જેમાં વ્યક્તિ બહારના સંપર્કને ઓછો કરી એકલતા અપનાવે છે. નકામો સમજી વધુ દુઃખી રહે છે. આવા સમયમાં તેની પાસે કે દુર થી નાની વાતોમાં પણ તેનો આભાર માની કે તેનું મહત્વ વધારીને તેને ઉત્સાહિત કરી શકાય છે. જે અંતમાં ડીપ્રેશનની બનીને બહાર આવે છે. બધું પાસે હોવા છતાં વ્યક્તિ પોતાને એકલો સમજે છે. પોતાને જ્યારે પણ વ્યક્તિને લાગે છે તેનું મહત્વ બીજાઓ સામે છે ત્યારે તે અંદરથી હકારાત્મક થતો જાય છે. માત્ર આપણા આભાર કે થોડા મહત્વ ને કારણે કોઈનું જીવન બદલાઈ જતું હોય તો શા માટે આમ ના કરવું? જમાનો દેખાડાનો છે તો આભાર પણ તેનો ભાગ સમજીને નાની વાતોમાં પણ એ વ્યક્ત કરતા શોખું જોઈએ આમ કરતા બંને પક્ષને લાભ થવાનો છે. આપણે જ્યારે પણ કોઈનો આભાર માનીએ ત્યારે આપણામાં રહેલી ગીલ્ટ કે અભિમાન બંને ઓછા થાય છે. આ બંને ખુશીઓ ઉપર છુપા વાર કરી શકે છે આથી તેમને જીવનમાંથી ભગાડવા ખુબ જરૂરી છે.

Advertisement

અમેરિકમાં આ દિવસે જાહેર રજા અને થેક્સ ગિવીંગ ડીનરનો મહિમા રહેલો છે , જ્યાં આખું ફેમેલી એક સાથે ડીનર ટેબલ ઉપર બેસી પ્રાર્થના કરી ભગવાનનો આભાર માને છે.  થેક્સ ગિવીંગના  દિવસે ટર્કી નામના પક્ષીનું માંસ રાંધીને ખાવાની પ્રથા પડી ગઈ છે . આ તહેવારમાં દર વર્ષે આશરે 200-250 મિલિયન કરતાં વધારે ટર્કી નો વધ થાય છે. આ દિવસે કેટલાય યુગલો શેલ્ટર હોમમાં જઈ ગરીબો તથા હોમલેસ લોકોને માટે ભોજન વ્યવસ્થા કરાવે છે , વધુમાં અનાથ બાળકો માટે ભેટ લઇ જાય છે કેક અને ચોકલેટ બિસ્કીટ આપે છે.

 

Advertisement

– હેપી થેક્સ ગિવીંગ – રેખા પટેલ ( યુએસએ)

 

Advertisement

 

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!