Connect with us

Gujarat

દિવાળી દરમ્યાન હાલોલ, ઘોઘંબા તથા જાંબુઘોડા તાલુકામાં દારૂખાનું વેચવા હંગામી પરવાના મેળવવા

Published

on

સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, હાલોલ દ્વારા એક યાદીમાં જણાવાયું છે કે ઓક્ટોબર-નવેમ્બરમાં આવતા દિવાળીના તહેવાર દરમિયાન હાલોલ, ઘોઘંબા તથા જાંબુઘોડા તાલુકાના અરજદારો કે જેઓ ફટાકડાના હંગામી સંગ્રહ/વેચાણનો પરવાનો મેળવવા માંગતા હોય તેમણે નિયત નમુનાના અરજી ફોર્મમાં સંપૂર્ણ વિગતો ભરી, અરજી ફોર્મ ઉપર રૂ. ૩/- ની કોર્ટ ફી સ્ટેમ્પ લગાવી, દસ્તાવેજી આધાર-પુરાવા સાથે ૩ (ત્રણ) નકલોમાં સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ,હાલોલની કચેરીને તા.૧૦/૧૦/૨૦૨૪ સુધીમાં મોકલવાની રહેશે.

નિયત નમૂનાના અરજી ફોર્મ પર રૂ.૩ની કોર્ટ ફી સ્ટેમ્પ લગાવી તે સાથે જરૂરી આધાર-પુરાવામાં “૦૦૭૦-૬૦-૧૦૩-૦૦” બીજી વહીવટી સેવાઓ (O.A.S) સદરે રૂ.૩૦૦/-દારૂખાનું રાખવાનો પરવાનો મંજૂર કરવાની અરજીની તપાસણી માટે તેમજ રૂ.૬૦૦/-પરવાનાની ફી એમ મળી કુલ રૂ.૯૦૦/-જમા કરાવી તેનું અસલ ચલણ સામેલ રાખવા, સુચિત સ્થળનો એપ્રુવ નકશો જેમાં સદર સ્થળની ૧૫ મીટરની ત્રિજ્યામાં આવેલ અન્ય દુકાનોના ધંધાનો પ્રકાર, શાળા, કોલેજો, હોસ્પિટલો, સળગી ઉઠે તેવા પદાર્થોનું ગોડાઊન, પેટ્રોલ પંપ કે રક્ષિત ઈમારતો આવેલી હોય તો તેની તમામ વિગતો આવરી લેવા, પોતાની ઓળખ અંગેના સ્વપ્રમાણિત કરેલ પાસપોર્ટ સાઈઝના ૦૨ (બે) ફોટા તથા આઈ.ડી.પ્રુફ આધાર કાર્ડ કે ચુંટણી કાર્ડ, માંગણીવાળી જગ્યાની માલિકી અંગેના પુરાવા અને અગર સ્થળ ભાડાનું હોય તો ભાડા-પાવતી તેમજ સ્થળ ભાડે આપનારનું સ્થળ ઉપર હંગામી ફટાકડા વેચાણ-સંગ્રહ કરવા અંગેની સંમતિ દર્શાવતુ એફિડેવિટ, નગરપાલિકા કે ગ્રામ પંચાયત તરફથી આપવામાં આવેલ “ના વાંધા પ્રમાણપત્ર” (એન.ઓ.સી), ફાયર સેફટીની વ્યવસ્થા અંગેનું પ્રમાણપત્ર, સ્થાનિક સંસ્થા પાસે કોઈપણ પ્રકારની સરકારી વસુલાત બાકીમાં ન હોવા બાબતનું પ્રમાણપત્ર તથા ગત વર્ષે હંગામી ફટાકડા વેચાણ-સંગ્રહ અંગેનો પરવાનો મેળવેલ હોય તો તેની સ્વપ્રમાણિત કરેલ નકલ અરજી ફોર્મ સાથે રજુ કરવાના રહેશે. તેમજ તા.૧૦/૧૦/૨૦૨૪ બાદ મળેલ અરજીઓ તથા અધુરી વિગતોવાળી અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહી તેમ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, હાલોલ દ્વારા એક યાદીમાં જણાવાયું છે.

Advertisement

Continue Reading
Advertisement
error: Content is protected !!