Chhota Udepur

આબરૂ બચાવવા વિદ્યાર્થિનીઓ ચાલુ ગાડીએ કૂદી પડી:બેટી બચાઓ બેટી પઢાવો

Published

on

પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)

છોટાઉદેપુરમાં નવા વર્ષના બીજા દિવસે જ સભ્ય સમાજને અપમાનિત કરતી ઘટના સામે આવી હતી. વિગતો મુજબ પીકઅપ વાનમાં અપડાઉન કરતી વિદ્યાર્થીનીઓની છેડતી કરવામાં આવતા તે ચાલુ વાહનમાં કુદી પડી હતી. જેમાં ર વિદ્યાર્થીનીઓને વધુ ઈજા હોવાથી રીફર કરાઈ છે. આ તરફ હવે પીકઅપ ચાલકની અટકાયત કરાઈ છે. આ સાથે ચાલકના સાથીઓની શોધખોળ હાથ ધરાઈ છે. આ તરફ પોલીસે ફરિયાદ દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે.

Advertisement

છોટાઉદેપુરમાં વિદ્યાર્થીનીઓને છેડતીનો મામલો સામે આવ્યો છે. જેમાં ર વિદ્યાર્થીનીઓને વધુ ઈજા હોવાથી રીફર કરાઈ છે. નોંધનિય છે કે, નસવાડી-સંખેડા રોડ પર વિદ્યાર્થીનીઓની પીકઅપ વાનમાં છેડતી કરાઈ હતી.

આ તરફ ઇસમોએ છેડતી કરતાં વિદ્યાર્થીનીઓ પીકઅપ વાનમાંથી કૂદી પડી હતી. જેમાં ૨ બાળકીઓને વધુ ઈજા હોવાથી સંખેડા રીફર કરાઈ છે. આ તરફ પોલીસે પીકઅપ વાન ચાલક અશ્વિન ભીલની અટકાયત કરી છે. આ સાથે ડ્રાઈવરને ઈજા થવાથી તેને પણ હોસ્પિટલ લઈ જવાયો છે. ડ્રાઈવરના સાથીઓ પરેશ, કિરણ ફરાર થયા હોઈ પોલીસે શોધખોળ હાથ ધરી છે. આ સાથે સંખેડા પોલીસ દ્વારા વિદ્યાર્થીનીઓના નિવેદન લેવામાં આવ્યા છે.

Advertisement

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આપ્યા ‘કડક’ આદેશ

છોટાઉદેપુરમાં વિદ્યાર્થિનીઓની છેડતીને લઈને રાજ્ય સરકાર પણ ગંભીર બની છે. છેડતી બાદ વિદ્યાર્થિનીઓ ચાલુ પીકઅપ વાનમાંથી કુદી જતા બાળકીઓને ઇજા પહોંચી હતી. જે બાદમાં હવે આ ઘટનાની ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંધવીએ ગંભીરતાથી નોંધ લીધી છે. આ સાથે પોલીસને : કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.
* વિદ્યાર્થીનીઓની ચીસો સાંભળી ડ્રાઇવરે પૂરપાટ પીકઅપ્ ભગાડ્યું ને પલટી મારી ગયું

Advertisement

Trending

Exit mobile version