Gujarat
શૈક્ષણિક સંસ્થાઓને વ્યસન મુક્ત બનાવવા ટોબેકો ફ્રી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ અભિયાન
(વડોદરા, તા.૩૦)
ડબલ્યુ.એચ.ઓ.ના ગ્લોબલ એડલ્ટ ટોબેકો સર્વેના અહેવાલ મુજબ તમાકુ તેના અડધા વપરાશકર્તાઓને તેની કાર્યકાળની ઉમરમાં જ મારી નાખે છે ભારતમાં તમાકુના કારણે ૧૩.૫ લાખ લોકો દર વર્ષે મૃત્યુ પામે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) પ્રમાણે વિશ્વ માં દરરોજ ૮૦,૦૦૦ થી ૧,૦૦,૦૦૦ બાળકો ધુમ્રપાન કરતાં શીખે છે એમાં ૫૦% બાળકો એશિયાના હોય છે.જેમાં ધુમ્રપાન શરૂ કરવાના અલગ અલગ કારણો જોવા મળતા હોય છે જેમાં પીયર પ્રેસર, સ્ટ્રેસ, નકારાત્મક રોલ મોડેલ અને તમાકુ કંપનીઓની આડકતરી જાહેરાતથી પ્રભાવિત થતાં હોય છે.
ગ્લોબલ યૂથ ટોબેકો સર્વે (GYTS)મુજબ ૨૦૧૯ ગુજરાતની ફેક્ટશીટ પ્રમાણે ૫.૪ % વિદ્યાર્થીઓ તમાકુ અને તમાકુની બનાવટ ના ઉત્પાદનનો ઉપયોગ કરે છે એમા પણ ૬.૩ % છોકરાઓ અને ૪.૨ % છોકરીઓનું પ્રમાણ જોવા મળે છે તમાકુ છોડવાની વાત કરવામાં આવે તો (GYTS) ૨૦૧૯ ગુજરાત ની ફેક્ટશીટ પ્રમાણે ગયા ૧૨ મહિનામાં ૬૩.૦ % વિદ્યાર્થીઓ સ્મોકીંગને છોડવાનો પ્રયત્ન કર્યો છે.
મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર, ભારત સરકાર દ્વારા ટોબેકો ફ્રી યૂથ કેમ્પેઇન 2.0 અભિયાન અંતર્ગત આરોગ્ય અને શિક્ષણ વિભાગ સાથે રહીને ગુજરાત રાજ્યની તમામ શાળાઓને “ટોબેકો ફ્રી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ”(TOFEI) કરવા સેટકોમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ગુજરાતના આરોગ્ય વિભાગના નાયબ નિયામક (એપેડેમીક) ડૉ.જે.એમ.કતીરા, મેડીકલ ઓફિસર (NTCP) ડૉ. વિજય પટેલ અને ફેઇથ ફાઉન્ડેશનના પ્રોજેકટ ડાયરેકટર સુઝન સેમસન હાજર રહ્યા હતા અને મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર, ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ “ટોબેકો ફ્રી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ” (TOFEI) ની માર્ગદર્શિકા પ્રમાણે શાળાને તમાકુ મુક્ત કરવી તેની માહિતી આપવામાં આવી હતી. આ સાથે રાજયની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં આ માર્ગદર્શિકા મુજબ ચાલુ શૈક્ષણિક સત્ર દરમ્યાન કામગીરી કરવા માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની યાદીમાં જણાવાયું છે.