Gujarat
આજે વિશ્વમધ દિવસ આયુર્વેદિક દ્રષ્ટિએ આરોગ્ય માટે અતિ ઉત્તમ ઔષધ મધ

(સુરેન્દ્ર શાહ દ્વારા)
20 મે ને વિશ્વમધ તરીકે ઉજવવામાં આવે છે મધમાખીમાં પણ ત્રણ પ્રકાર હોય છે રાજા રાણી અને વર્કર મધ આયુર્વેદિક દ્રષ્ટિએ આરોગ્ય માટે અતિ ઉત્તમ ઔષધ ગણવામાં આવે છે મોરબી જિલ્લાના હળવદ ગામના કમલેશ પટેલ દ્વારા આધુનિક પદ્ધતિથી મધની ખેતી કરવાની શરૂઆત કરવામાં આવી હતી તેમના જણાવ્યા અનુસાર હાલના જમાનામાં કુદરતી અને શુદ્ધ મધ મળવું મુશ્કેલ છે મને મધ ખાવાનો શોખ હતો પરંતુ કુદરતી અને શુદ્ધ મત મળવું મુશ્કેલ હોવાથી આ ખેતી માટેની જાણકારી મેળવીને મેં મધમાખી ઉછેરવાનો ધંધો શરૂ કર્યો તેવો દ્વારા ખેતરમાં 140 પેટીઓ મૂકી મધમાખીઓ ભેગી કરીને વર્ષમાં 4000 કિલો મધ ભેગુ કરવામાં સફળતા મળી વાર્ષિક ટન ઓવર 15 લાખ રૂપિયા જેવું થયું એક પેટીમાં 30,000 મધમાખી હોય છે જેમાં રાની રાજા અને વર્કર રાણી ઈંડા મૂકે છે રાજા સાફ સફાઈ કરે છે અને વર્કર બહારથી મધ ભેગું કરે છે.
એક પેટી નો ખર્ચ 4500 રૂપિયા થાય છે અધ્યતન મધ ની ખેતીની જાણ જાપાન ખાતે થતા ત્યાંના ખેડૂતો અધ્યતન કેમેરાઓ સાથે મધમાખીની ખેતી અંગેના શૂટિંગ માટે આવ્યા હતા મધની ખેતી માટે કમલેશભાઈ પટેલ દ્વારા સેમિનાર યોજવામાં આવે છે અને શાળાના બાળકોને મધ ની મહત્વતા સમજાવે છે બાકી હાલમાં અન્ય કંપનીઓ દ્વારા માર્કેટમાં વેચાતા મધની ગુણવત્તા સંપૂર્ણ પણે હોતી નથી પરિણામે મેં જાતે ખેતી માટેનો અખતરો કર્યો સાડા છ લાખ રૂપિયાનુ રોકાણ કરી વાર્ષિક 15 લાખ રૂપિયા ઉપાર્જન કરું છું.