Astrology

આજે ગજકેસરી યોગનો છે સંયોગ, આ 5 રાશિની કિસ્મત પલટી જશે

Published

on

ગુરૂવારનો દિવસ ભાગ્ય, ધર્મ અને વૈવાહિક જીવનના કારક ગ્રહ ગુરૂ અને સૃષ્ટિના પાલનહાર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આજે 23 મેના રોજ ચંદ્રનો સંચાર મંગળ ગ્રહની રાશિ વૃશ્ચિકમાં રહેશે, સાથે જ ગુરૂ ગ્રહ પણ વૃષભ રાશિમાં બિરાજમાન છે. ચંદ્ર અને ગુરૂ આજે એકબીજાથી કેન્દ્રમાં મોજૂદ રહેવાથી ગજકેસરી યોગનું નિર્માણ થઇ રહ્યું છે.

વૈશાખ માસના કૃષ્ણ પક્ષની પૂર્ણિમા તિથિને વૈશાખ પૂર્ણિમા અથવા બુદ્ધ પૂર્ણિમાના નામે પણ ઓળખવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, આ શુભ દિવસે ભગવાન વિષ્ણુના નવમા અવતાર ભગવાન બુદ્ધનો જન્મ થયો હતો. આજે બુદ્ધ પૂર્ણિમા પર ગજકેસરી યોગની સાથે શિવ યોગ, સિદ્ધ યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગ ઉપરાંત અનુરાધા નક્ષત્રનો શુભ સંયોગ પણ બની રહ્યો છે. વૈદિક જ્યોતિષ અનુસાર, આજે બની રહેલા આ શુભ યોગનો ફાયદો 5 રાશિને મળશે. અહીં જાણો, મેષથી લઇ મીન રાશિ માટે આજે ગુરૂવારનો દિવસ કેવો રહેશે.

Advertisement

મેષ (Aries)

આજે દિવસ ઉત્તમ રહેશે, કોઇ ખાસ પ્રોજેક્ટને લઇ વ્યસ્ત રહેશો અને કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરશો. વિદ્યાર્થી વર્ગને પોતાની પસંદગીના વિષયોમાં સફળતા મળશે. સાંજના સમયે કોઇ સામાજિક ગતિવિધિમાં ભાગ લેશો. આજે ભાગ્ય 89 ટકા તમારાં પક્ષમાં રહેશે, માછલીઓને લોટની ગોળીઓ ખવરાવો.

Advertisement

વૃષભ (Taurus)

આજે દિવસમાં કેટલીક પરેશાનીઓ રહી શકે છે, જેને દૂર કરવા માટે વધુ પ્રયાસો કરવા પડશે. પરિવાર કે પ્રિયજન સમક્ષ પોતાની ભાવનાઓને વ્યક્ત કરતા અગાઉ તેઓને સમજવાના પ્રયાસ કરો. કામમાં કેટલીક મુશ્કેલીઓ રહી શકે છે. આજે ભાગ્ય 64 ટકા તમારાં પક્ષમાં રહેશે, ગાયત્રી ચાલીસાનો પાઠ કરો.

Advertisement

મિથુન (Gemini)

આજે દિવસ ઉત્તમ રહેશે, કાર્યોમાં મોટી સફળતા મળશે અને તેના પરિણામો જોઇ પ્રસન્નતા રહેશે. લાંબા સમયથી પ્રતિક્ષિત સમસ્યાનું સમાધાન મળી શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને કાર્યોમાં ધૈર્ય જાળવવાથી સફળતા પ્રાપ્ત થશે. આજે ભાગ્ય 91 ટકા તમારાં પક્ષમાં રહેશે, હનુમાનજીને સિંદૂર ભેંટ કરો.

Advertisement

કર્ક (Cancer)

આજે કામકાજમાં કેટલીક ભૂલો રહી શકે છે, થાક અને ચિંતા રહેશે. જો કે, જીવનમાં કોઇ સુખદ ઘટના ખુશીઓ લઇને આવશે. પરિવાર અને મિત્રો સાથે સમય પસાર કરવાનો અવસર મળશે. ખુદને સ્વસ્થ અને સકારાત્મક રાખવાના પ્રયાસ કરો. આજે ભાગ્ય 66 ટકા તમારાં પક્ષમાં રહેશે, ભગવાન વિષ્ણુની આરાધના કરો.

Advertisement

તુલા (Libra)

આજે દિવસ ઉત્તમ રહેશે, કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે અને મહેનતનું પળ મળશે. વિરોધીઓથી બચીને રહો અને કોઇના પર હદથી વધુ ભરોસો ના કરો. નાની નાની વાતો પર પ્રતિક્રિયા આપવાનું ટાળો, પારિવારિક વિવાદથી દૂર રહો. આજે ભાગ્ય 88 ટકા તમારાં પક્ષમાં રહેશે, સફેદ વસ્તુનું દાન કરો.

Advertisement

વૃશ્ચિક (Scorpio)

આજે દૈનિક કામકાજમાં સાવધાની રાખો. દામ્પત્ય જીવન સુખમય રહેશે, સંબંધી તરફથી કોઇ ખાસ ઉપહાર મળી શકે છે. નોકરીયાત વર્ગ પોતાના કામમાં વ્યસ્ત રહેશે, શુભ સમાચાર મળી શકે છે. અનાવશ્યક ખર્ચ ટાળો. આજે ભાગ્ય 76 ટકા તમારાં પક્ષમાં રહેશે, શિવલિંગ પર દૂધ ચઢાવો.

Advertisement

 

 

Advertisement

Trending

Exit mobile version