Surat
સુરત પોલીસ કમિશ્નર ના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક લોક દરબાર યોજાયો

સુનિલ ગાંજાવાલા દ્વારા સુરત
સુરત રીજીયન 1 વરાછા કાપોદ્રા સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારના ટ્રાફિકના પ્રશ્નો સાંભળવા અને નિરાકરણ ના પ્રશ્નો માટે આજરોજ વરાછા વિસ્તારમાં આવેલ ઉમિયામાતાના મંદિર ની બાજુમાં વિશ્વાસ ભવનમાં ટ્રાફિક લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું..
આ આયોજનમાં જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ ડીસીપી અને એસીપી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા આ લોક દરબારમાં મોટી સંખ્યામાં વરાછા કાપોદ્રા સરથાણા થી સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને લોકો દ્વારા લોકોને હેરાન ગતિ થતા પ્રશ્નોની લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી જેવા કે બીઆરટીએસ માં એક્સિડન્ટ થતા અને ટ્રાફિકના પ્રશ્નોની રજૂઆત કરાય હતી પોલીસ દ્વારા તમામના પ્રશ્ન સાંભળી તમામના પ્રશ્નો હાલ થાય તેવી બાહેધારી આપી હતી…