Gujarat

પંચમહાલમાં પ્રાકૃતિક ખેતી અંગે ફાર્મર માસ્ટર ટ્રેનર/ટેકનીકલ માસ્ટર ટ્રેનરોની તાલીમ યોજાઈ

Published

on

ચાલુ ખરીફ ઋતુના કાર્યકાળ દરમિયાન વધારે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ જોડાય અને જમીન તેમજ સમગ્ર સૃષ્ટિનું સ્વાસ્થ્ય સુધરે તે હેતુથી વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે અને અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરે તે હેતુ માટે આત્મા પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડના માધ્યમ દ્વારા ફાર્મર માસ્ટર ટ્રેનર તેમજ ટેકનિકલ માસ્ટર ટ્રેનરની આજે તા.૦૧/૦૭/૨૪ના રોજ ગોધરા ખેડૂત તાલીમ કેન્દ્રએ તાલીમ યોજવામાં આવી હતી.

આ તાલીમનો ઉદ્દેશ ખેડૂતો વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી તરફ વડે અને ખેડૂતોની આવકમાં વધારો થાય તે બાબતે તાલીમમાં ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે મકાઈ સંશોધન કેન્દ્રના એમ બી પટેલે તેમના માર્ગદર્શનમાં એવું જણાવ્યું હતું કે મકાઈની પરંપરાગત ખેતી કેવી રીતના કરવી અને મકાઈના વિવિધ મૂલ્ય વર્ધન કરવાથી મકાઈમાં થતી આવક વધી શકે છે તેમ જણાવ્યું હતું. મકાઈમાં સ્વીટકૉર્ન મકાઈ બેબીકોર્ન તેમજ પોપકોર્ન એ પ્રમાણેની લોકલ સંશોધિત બીજ વાપરીને ખેડૂતો તેમની આવક ચોક્કસ વધારી શકે છે. તેમણે આ પ્રમાણે મકાઈનું વાવેતર કેવી રીતના કરવું તેની વિસ્તૃત સમજણ આપી હતી.

Advertisement

આ કાર્યક્રમ દરમિયાન ટેકનિકલ માસ્ટર ટેનર સ્નેહલ વરીયાએ પણ પ્રાકૃતિક ખેતીની આપણે શા માટે જરૂર છે તેમજ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા માટે શું શું આપણે પગલા લેવા જોઈએ અને તેમનું બજાર વ્યવસ્થા તેમજ તેમની સમસ્યાઓનો ચોક્કસ નિકાલ માટે પણ માર્ગદર્શન આપ્યું હતું આ કાર્યક્રમમાં ટીએમટી અને એફએમટી જિલ્લાના દરેક ગ્રામ પંચાયતમાં તાલીમ યોજી અને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે માર્ગદર્શન મળી રહે તે પ્રમાણે આયોજન કર્યુ હતું. આ તાલીમ કાર્યક્રમમાં એક ટીએમટી અને એફએમટી ની પાંચ ગ્રામ પંચાયત દીઠ એક ક્લસ્ટર બનાવવામાં આવે છે જેમણે તેમના ક્લસ્ટરમાં જ પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમ આપવાની હોય છે.તાલીમ માટે ખેડૂતો હાજર રહીને પ્રેક્ટિકલી તાલીમ મેળવે તે પ્રમાણે આયોજન કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું.

આ તાલીમ કાર્યક્રમમાં જિલ્લા સંયોજકએ પ્રાકૃતિક ખેતીના બીજામૃત, જીવામૃત, ઘનજીવામૃત અને પ્રાકૃતિક રોગનાશક સ્ત્રોત જેવી બનાવટોની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન જીલ્લાના ગ્રામસેવકો તેમજ પ્રગતિશીલ ખેડુતોએ અને જીલ્લા તેમજ તાલુકા સંયોજક ઉપસ્થિત રહીને માર્ગદર્શન મેળવ્યું હતું.

Advertisement

Trending

Exit mobile version