Panchmahal
નેસડા ગામે પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ યોજાઈ
પંચમહાલ જિલ્લા આત્મા શાખા અને જિલ્લા ખેતીવાડી શાખાના સંયુક્ત ઉપક્રમે પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના નેસડા ગામે કાલોલ,હાલોલ,ઘોઘંબા અને જાંબુઘોડા તાલુકાના ગ્રામ સેવકો માટે પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમ યોજાઈ હતી.આ તકે પ્રાકૃતિક ખેતીના આયામો જેવા કે જીવામૃત,ઘન જીવામૃત અને નિમાસ્ત્ર બનાવવા અંગે તાલીમ આપવામાં આવી હતી.
જિલ્લા સંયોજક અજીતભાઈના ખેતરમાં ગ્રામસેવકોને નિદર્શન બતાવીને સમજણ આપવામાં આવી હતી.આ પ્રસંગે આત્મા પ્રોજેકટ ડાયરેક્ટર પી.એસ.પટેલ સહિત ખેતીવાડી શાખાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.