Chhota Udepur
સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત સ્પેશ્યલ શિક્ષકો માટે પોક્સો અધિનિયમની તાલીમ યોજવામાં આવી
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
છોટાઉદેપુર જીલ્લાની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ફરજ બજાવતા સ્પેશ્યલ એજયુકેટર અને સ્પેશ્યલ શિક્ષકો માટે સમગ્ર શિક્ષા અભિયાનની બી.આર.સી કચેરી દ્વારા એક દિવસીય પોક્સો એક્ટ-૨૦૧૨ સંદર્ભે તાલીમ આપવામાં આવી હતી. પોક્સો અધિનિયમ-૨૦૧૨ જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપે છે બાળકો પર થતા જાતીય હુમલા, જાતીય સતામણી અને અશ્લિલ સાહિત્ય અંગેના ગુનાઓ સામે રક્ષણ આપવા તેમજ આવા ગુનાઓની ઇન્સાફી કાર્યવાહી ચલાવવા માટે વિશિષ્ટ અદાલતોની કાર્ય પ્રણાલી, સંલગ્ન કેસો સામે કેવી જોગવાઈ છે આ બાબતે માર્ગદર્શક સેમીનાર યોજાયો હતો.
છોટાઉદેપુર જીલ્લાની બાળ સુરક્ષા યોજના અને આરોગ્ય કચેરીમાંથી તજજ્ઞોને માર્ગદર્શન માટે બોલાવેલા હતા. આ પ્રકારની તાલીમો માટે સ્ટેટ પ્રોજેક્ટ કચેરી તરફથી સુચન કરવામાં આવ્યું છે. સમગ્ર કાર્યક્રમનું આયોજન એસ.એસ.એના નૈમેષ પટેલ અને સમાજ સુરક્ષા કચેરીના તજજ્ઞ રવીદાસે કર્યું હતું.