Vadodara
પ્રેમજાળ માં ફસાવી વિધર્મી યુવાને આચર્યું દુષ્કર્મ

સાવલી તાલુકામાં 17 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં.લગ્નની લાલચ આપી પટાવીફોસલાવી, બ્લેકમેલ કરી શારીરિક સંબંધ બનાવ્યા ના આક્ષેપ સાથે ભોગબનનાર સગીરા એ પરિવારજનો સાથે સાવલી પોલીસ મથકે નોંધાવી ફરિયાદ સાવલી પોલીસે ફરિયાદ નોંધી. ગણતરી ના જ કલાકોમાં આરોપીને ઝડપી પાડી આગળ ની તપાસ હાથ ધરી
વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં 17 વર્ષીય સગીરા તેના પરિવાર સાથે રહે છે. સાવલી બેઠક રોડ ઉપર રહેતો ફૈઝલ ઝાકીર દિવાન નામનો વિધર્મી યુવક અવાર-નવાર સગીરા સાથે વાતચીત કરતો હતો. જેથી બંન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયા હતા. બાદમાં સગીરાને આરોપી ના મિત્ર ના મકાનમાં લઈ જઈ શારીરિક સંબંધ બાંધી અશ્લીલ ફોટા પાડી સગીરાને ધાક ધમકી આપીને બ્લેકમેલ કરતો હતો. અવારનવાર અલગ અલગ જગ્યાએ બોલાવીને લગ્નનની લાલચ આપી શારીરિક સંબંધ બાંધતો હતો. પોતાની બદનામી ન થાય તે માટે સગીરાએ આ અંગેની જાણ કોઈ ને કરી ન હતી.
સગીરા એ ફૈઝલ દિવાન ને લગ્નન માટે કહેતા લગ્નન ની ફૈઝલ દિવાને ના પાડી હતી પરિવાર જાણ થતાં જ સગીરા એ પરિવારજનો સાથે જઈ સાવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા. વડોદરાજિલ્લા ગ્રામ્ય પોલીસ ના અધિક્ષક સહિત સાવલી દોડી આવ્યા હતા પોલીસે ગણતરીના જ કલાકમાં આરોપીને ઝડપી પાડી. પોકસો સહિતના ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી.