Connect with us

Chhota Udepur

જિલ્લા વહીવટી તંત્ર છોટાઉદેપુરના સહયોગથી દિવ્યાંગજનો માટેની પરિક્ષણ શિબિર

Published

on

Trial Camp for Disabled in collaboration with District Administration Chotaudepur

પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)

ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય હસ્તકના દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગની ADIP સ્કીમ હેઠળ જિલ્લા વહીવટીતંત્ર છોટાઉદેપુર અને એલીમ્કોના સંયુક્ત ઉપક્રમે છોટાઉદેપુર જિલ્લાના દિવ્યાંગજનો માટેના સાધનો જેવા કે મોટરાઈઝડ ટ્રાઈસીકલ, કેલીપર, વ્હીલચેર, ટ્રાયસીકલ, બગલ ઘોડી, એમ.આર.કીટ, સી.પી.ચેર, સ્માર્ટ ફોન, બ્રેઈલ સ્ટીક, બ્રેઈલ કિટ, કાનના મશીન, કૃત્રિમ હાથ-પગ, વિગેરે જેવા સાધનો વિતરણ કરવા માટે એસેસમેન્ટ કરવા બાબતના કેમ્પનું આયોજન તા.૧૧/૧૨/૨૦૨૩ થી તા.૧૬/૧૨/૨૦૨૩ સુધી સવારના ૧૦.૦૦ કલાકેથી સાંજના ૫.૦૦ કલાક સુધી નીચે મુજબના સ્થળોએ રાખવામાં આવેલ છે. જેથી છોટાઉદેપુર જિલ્લાના નીચે મુજબના સ્થળો પર દિવ્યાંગજનોને સદર એસેસમેન્ટ કેમ્પમાં બહોળી માત્રામાં ભાગ લેવા જણાવવામાં આવે છે.

Advertisement
  • ક્રમ
  • તાલુકાનું નામ
  • કેમ્પનું સ્થળ
  • તારીખ

  • સંખેડા
  • તાલુકા સેવા સદન, સંખેડા
  • ૧૧/૧૨/૨૦૨૩

  • નસવાડી
  • તાલુકા સેવા સદન, નસવાડી
  • ૧૨/૧૨/૨૦૨૩

  • છોટાઉદેપુર
  • સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, છોટાઉદેપુર
  • ૧૩/૧૨/૨૦૨૩

Trial Camp for Disabled in collaboration with District Administration Chotaudepur

  • કવાંટ
  • કોમ્યુનીટી હોલ, કવાંટ
  • ૧૪/૧૨/૨૦૨૩

  • બોડેલી
  • તાલુકા સેવા સદન, બોડેલી
  • ૧૫/૧૨/૨૦૨૩

  • જેતપુર પાવી
  • તાલુકા સેવા સદન, જેતપુર પાવી
  • ૧૬/૧૨/૨૦૨૩

 

એડીપ યોજના અંતર્ગત દિવ્યાંગજનોએ એસેસમેન્ટ કરાવવા માટે જણાવેલા દસ્તાવેજોની કોપી લાવવા જણાવવામાં આવેલ છે. દિવ્યાંગતા પ્રમાણપત્ર (સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલ ૪૦ ટકા કે તેથી વધુની દિવ્યાંગતાનું પ્રમાણપત્ર), આવકનો દાખલો/બી.પી.એલ. યાદીનો દાખલો(વાર્ષિક આવક ૨,૭૦,૦૦૦/- થી ઓછી હોવી જોઈએ તેમજ આવકનો દાખલો તલાટી/ મામલતદાર / ધારાસભ્ય/ સાંસદસભ્ય/સરપંચ દ્વારા આપવામાં આવેલ હોવો જોઈએ), રહેઠાણનો પુરાવો (ચૂંટણી કાર્ડ/ડ્રાઈવીંગ લાઈસન્સ/ આધારકાર્ડ, પાસપોર્ટ સાઈઝના ૨ ફોટા, તેમજ રજીસ્ટ્રેશન માટે મોબાઈલ નંબર હોવો જરૂરી છે.

Advertisement
error: Content is protected !!