Gujarat

પંચમહાલ જિલ્લામાં આગામી ૨૧ જાન્યુઆરીના રોજ આદિજાતિ વિકાસ અધિકારી,વર્ગ ૨ની પ્રિલિમરી પરીક્ષા યોજાશે

Published

on

  • પરીક્ષાના સુચારુ આયોજનને લઈને પંચમહાલ અધિક જિલ્લા કલેકટર ના અધ્યક્ષસ્થાને પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ
  • સવારે ૧૧ થી બપોરે ૦૨ કલાકે યોજાનાર પરીક્ષામાં કુલ ૨૬ પરીક્ષા કેન્દ્રો અને ૨૬૧ બ્લોક પર કુલ ૬૨૫૩ ઉમેદવારો પરીક્ષામાં બેસશે

ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર દ્વારા આગામી તા.૨૧ મી જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ સવારે ૧૧ થી બપોરે ૦૨ કલાકે આદિજાતિ વિકાસ અધિકારી,વર્ગ ૨ની પ્રિલિમરી પરીક્ષા યોજાશે.પંચમહાલ જિલ્લામાં પરીક્ષાના સુચારુ આયોજનને લઈને નિવાસી અધિક જિલ્લા કલેકટર એમ.ડી.ચુડાસમાના અધ્યક્ષસ્થાને ગોધરા,કલેક્ટર કચેરી,સભાખંડ ખાતે સબંધિત અધિકારીગણ સાથે પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં અધિક જિલ્લા કલેક્ટર દ્વારા પ્રિલિમરી પરીક્ષાના મુદ્દાઓ અંગે પરીક્ષા સમિતિ સાથે ચર્ચા કરવામા આવી હતી. જેમા જિલ્લાના કુલ પરીક્ષા કેન્દ્રો અને બિલ્ડીંગ, બેઠક વ્યવસ્થા, પોલીસ વિભાગ દ્વારા સ્ટાફની નિમણૂક કરવા માટે, જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પરીક્ષાની કામગીરી માટે સ્ટાફની નિમણૂક કરવા બાબત, તે સાથે જ ઝોનલ કચેરીઓ, વીજ પુરવઠો ચાલુ રાખવા બાબત, બસ સુવિધા યોગ્ય રીતે રાખવા બાબત,આરોગ્ય અધિકારી દ્વારા થતી કામગીરી, પરીક્ષા માટેની બહોળી પ્રસિદ્ધિ કરવાની, તેમજ પરીક્ષા કેન્દ્ર પર સલામતી વ્યવસ્થા જળવાઈ રહે અને સુચારુરૂપે આ પરીક્ષા યોજાય તે માટેની તમામ પ્રકારની જરૂરી સલાહ સૂચનો આપ્યા હતા.

પંચમહાલ જિલ્લામાં તા.૨૧/૦૧/૨૦૨૪ના રોજ સવારે ૧૧ થી બપોરે ૦૨ કલાકે આદિજાતિ વિકાસ અધિકારી,વર્ગ ૨ની પ્રિલિમરી પરીક્ષા યોજાશે.જિલ્લામાં કુલ ૨૬ પરીક્ષા કેન્દ્રો અને ૨૬૧ બ્લોક ઉપર આ પરીક્ષા યોજાશે.જિલ્લામાં કુલ ૬૨૫૩ ઉમેદવારો આ લેવાનાર પરીક્ષામાં હાજરી આપશે.

Advertisement

બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારી કિરીટભાઈ પટેલ,જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ગાયત્રીબેન પટેલ,જિલ્લા આરોગ્ય અધિકારી સહિત સંબંધિત અધિકારીઓ તેમજ સમિતીના સભ્યો ઉપસ્થિત રહી પરીક્ષા સુચારૂ રીતે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે અંગે પરામર્શ કરવામાં આવ્યો હતો.

Advertisement

Trending

Exit mobile version