Connect with us

Gujarat

આદિવાસી લીડર અર્જુન રાઠવા આપ(INDIA) છોડી કોંગ્રેસ(INDIA)માં જોડાયા

Published

on

Tribal leader Arjun Rathwa left AAP(INDIA) and joined Congress(INDIA).

પ્રતિનિધિ, કાજર બારીયા(અવધ એક્સપ્રેસ)

એક તરફ આમ આદમી પાર્ટી ગુજરાતમાં INDIA સાથે જોડાઈ કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને રાજ્યમાં લોકસભાની ચૂંટણી સાથે મળીને લડવાની વાત કરી રહી છે. તો બીજી તરફ આદિવાસી વિસ્તારના “આપ”પાર્ટીના આદિવાસી નેતા અર્જુન રાઠવા “આપ” છોડીને કોંગ્રેસમાં જોડાયા છે આજે અમદાવાદ ખાતે રાજીવ ગાંધી ભવનમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં કોંગ્રેસ પક્ષમાં જોડાયા છે. કોંગ્રેસમાં જોડાતી વખતે આદિવાસી નેતા અર્જુન રાઠવા જણાવ્યું હતું કે, અમારું લક્ષ્ય ભાજપને હરાવવાનું છે. ભાજપને હરાવવા માટે અમે ગુજરાતમાં આવ્યા હતા પરંતુ અમે તેને હરાવી શક્યા નહીં અને કોંગ્રેસ પાર્ટીને આપ ને કારણે ગુજરાતમાં નુકસાન થાય છે. આગામી લોકસભા એકતા સાથે ભાજપ સાથે ટક્કર લેવા ના ઉદ્દેશ્યથી હું અને મારા સાથીદારો આજે કોંગ્રેસમાં જોડાયા છીએ તેમ જણાવ્યુ હતું

Advertisement

Tribal leader Arjun Rathwa left AAP(INDIA) and joined Congress(INDIA).

અત્રે ઉલ્લેખનીય છે કે ઉપર રાષ્ટ્રીય લેવલે વિરોધપક્ષ નું માળખુ સાથે છે બધા એક હોવાની વાતો કરેછે ત્યારે નીચલા સ્તરે INDIA ના કાર્યકરો અલગ પક્ષ માં જઈ રહ્યા છે ત્યારે એક બની ને ભાજપને હરાવવું હોય તો આપ છોડી કોંગ્રેસ માં કેમ જોડાવું પડ્યું INDIA માં કોંગ્રેસ અને આપ એકછે ચૂંટણી પણ એકસાથે એકબીજાને સમર્થન આપી લડવાના છે તો પછી પક્ષ કેમ બદલવો પડ્યો જો કાર્યકરો માં મનમેળ ના હોય તો આગળ કેવી રીતે વધસે આવુજ ચાલ્યું તો INDIA માટે દિલ્હી દૂર છે એનાથી પણ વધારે દૂર જશે

Advertisement
error: Content is protected !!