Chhota Udepur
આન બાન શાન અને શિસ્ત સાથે કદવાલ પોલીસ જવાનોની તિરંગા યાત્રા

(પ્રતિનિધિ, કાજર બારીયા”અવધ એક્સપ્રેસ”)
આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણ થતાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીને લઈને છોટાઉદપુર જિલ્લામાં ઠેર ઠેર રેલી યોજાઈ હતી. ત્યારે આજરોજ કદવાલ પોલીસ દ્વારા “મારી માટી મારો દેશ” અંતગર્ત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા કદવાલ પોલીસ મથકના પી.એસ.આઈ કે.કે.સોલંકીના અધ્યક્ષ સ્થાને “મારી માટી મારો દેશ” અંતગર્ત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શિસ્ત સાથે નીકળેલી આ તિરંગા રેલીમાં કદવાલ પી. એસ.આઈ કે.કે. સોલંકી સમગ્ર પોલીસ સ્ટાફ, હોમગાર્ડ, જીઆરડી જવાન સહિતનો પોલીસ પરિવાર જોડાયો હતો. એક કી. મી લાબી અને દેશ ભક્તિના ગીતો સાથે ડ્રેસિંગ સાથે નીકળેલી તિરંગા રેલીએ બેઘડી ગ્રામજનોને ઉભા કરી દીધા હતા.
ત્યારે ઠેર ઠેર આ રેલીને મોબાઈલમાં કેદ કરવાનું નગરજનો ચૂક્યા ન હતા અને આ દેશભક્તિ ની ગાથા સાથે નીકળેલી તિરંગા રેલી મા જોડાઈ ગયા હતા. પસાર થતી રેલી ની બાજુમાં જોતા ગ્રામજનોએ પણ ‘વંદે માતરમ્ ભારત માતા કી જય’ નાં નારા લગાવ્યા હતા. ગામમાં બે કલાક તિરંગા યાત્રા વિવિધ વિસ્તારોમા ફરી કદવાલ પોલીસ મથકે પૂર્ણ થઈ હતી.