Uncategorized

બરોડા બાર ના પ્રમુખ અને બાર કાઉન્સિલ ના મેમ્બર ના હસ્તે ટ્રોફી વિતરણ

Published

on

(વડોદરા)

વડોદરા વકીલ મંડળ દ્વારા આયોજિત વકીલ ક્રિકેટ ટુર્નામેન્ટ ની બજરંગ ક્રિકેટ ગ્રાઉન્ડ ભાયલી ખાતે યોજાયેલી ફાઇનલ મેચ માં બરોડા બાર ના પ્રમુખ અને બાર કાઉન્સિલ ના મેમ્બર ના  હસ્તે ટ્રોફી વિતરણ કરવામાં આવી હતી

Advertisement

વડોદરા વકીલ મંડળ દ્વારા ક્રિકેટ વકીલ બંધુ ઓ ની ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ વીસ ટીમો એ ભાગ લીધો હતો અને પુરુષ ની સાથે સાથે  મહિલા વકીલો ની પણ સાત જેટલી ટીમો એ  આ ટુર્નામેન્ટ માં ભાગ લીધો હતો જે ની ફાઇનલ ભાયલી ખાતે આવેલ બજરંગ ક્રિકેટ મેદાન ખાતે ફાઇનલ યોજાઈ હતી ફાઇનલ માં જોલી એડવોકેટ ઇલેવન અને જે ડી ઇલેવન વચ્ચે ફાઇનલ યોજાઈ હતી જેમાં જોલી એડવોકેટ ઇલેવન સતત ત્રીજી વખત વિજેતા બની હતી જ્યારે મહિલા એડવોકેટ ટીમો માં લેડી સિંઘમ ઇલેવન નિમિષા ધોત્રે ના નેતૃત્વ માં વિજેતા થઈ હતી આ પ્રસંગે વડોદરા વકીલ મંડળ ના પ્રમુખ નલીનભાઇ પટેલ બાર કાઉન્સિલ ના મેમ્બર અને પૂર્વ પૂર્વ પ્રમુખ રણજીત સિંહ રાઠોડ તેમજ બરોડા બાર ના પૂર્વ ઉંપ પ્રમુખ જગત દેસાઈ  પૂર્વ ઉપ પ્રમુખ રાજુ ધોબી ઉ પ પ્રમુખ નેહલ સુતરીયા સેક્રેટરી રિતેશ ઠક્કર  ટ્રેઝરર નિમિશા ધોત્રે જોઇન્ટ સેક્રેટરી મયંક પંડ્યા અને લાઇબ્રેરી સેક્રેટરી રવિરાજ ગાયકવાડ હાજર રહ્યા હતા સમગ્ર ટુર્નામેન્ટ નું આયોજન એડવોકેટ શાહરૂખ ચૌહાણ સાગર સાદીયા અને રિતેશ નાયક શિવમ દેવરા અને વિજય ઠાકોર ની ટીમ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં વકીલો તેમજ વકીલ મંડળ ના હોદ્દેદારો મોટી સંખ્યા માં હાજર રહ્યા હતા

તસવીરમાં વડોદરા વકીલ મંડળ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટની ભાયલી ખાતે યોજાયેલ ફાઈનલ મેચની તસવીરો નજરે પડે છે

Advertisement

Trending

Exit mobile version