Fashion
લહેંગા સાથે ટ્રાય કરો આ બન હેરસ્ટાઇલ,દેખાશો સુંદર
આજકાલના ફેશનની ઘણી જ ડિમાન્ડ છે. મહિલાઓ તેમના આઉટફિટ પ્રમાણે અવનવી હેરસ્ટાઈલ કરતી હોય છે. કેટલીખ વખત મહિલાઓ હેરસ્ટાઈલ કરવામાં ઘણી કન્ફ્યૂઝ થઈ જાય છે. ત્યારે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે કેટલીક ટ્રેન્ડી હેરસ્ટાઈલ. જેને તમે કોઈપણ ફંક્શનમાં લહેંગા સાથે ટ્રાય કરીને ખૂબસૂરત દેખાઈ શકો છો.
ફ્રન્ટ ફ્રેન્ચ બ્રેડ સ્ટાઈલ બન હેરસ્ટાઇલ
- ફ્રન્ટમાં ફ્રેન્ચ બ્રેડ સ્ટાઈલ બન દેખાવમાં ખૂબ જ સારી લાગી છે.
- આ પ્રકારની હેર સ્ટાઈલ કોઈપણ પ્રોફેશનલની મદદ લીધા વિના બનાવી શકાય છે.
- બનને સજાવવા માટે ફ્રન્ટ બ્રેડ પર નાના-નાના બીડ્સનો ઉપયોગ કરી શકાય છે.
- આ પ્રકારના બીડ્સ માર્કેટમાંથી સરળતાથી મળી જશે.
- પાછળની બાજુથી બનને સજાવવા માટે ફૂલોનો ઉપયોગ પણ કરી શકાય છે.
સાઇડ પાર્ટિંગ બન હેરસ્ટાઇલ
- તેને સજાવવા માટે ફ્રેશ ગજરાનો ઉપયોગ કરી શકાય છે.
- આ બન સાથે હેવી ઇયરિંગ્સ સ્ટાઇલ કરવાનો પ્રયાસ કરો.
- આમ કરવાથી લુક એકદમ ભરેલો દેખાશે.
- આ પ્રકારનો બન નાના ફંક્શનમાં પણ ટ્રાય કરી શકાય છે.
- મેસી સ્ટાઈલ બન હેરસ્ટાઇલ
આ પ્રકારનો બન દેખવામાં ખૂબ જ આકર્ષક લાગે છે.
- મેસી બન સાઈડ પર પણ કરી શકાય છે.
- આવો બન બનાવવા માટે તમારે કોઈ પ્રોફેશનલની જરૂર પડશે નહીં.
- તેને સજાવવા માટે કોઈપણ જરકન એસેસરીઝનો ઉપયોગ કરી શકો છો.