Fashion

Fashion Tips: વેડિંગ સિઝનમાં ટ્રાય કરો આ મહેંદી ડિઝાઇન

Published

on

Fashion Tips: આપણી ત્યાં તહેવાર પર અને વેડિંગ સિઝનમાં મહેંદી લગાવવામાં આવે છે. મહિલાઓ અવનવી મહેંદી ડિઝાઇન કરાવવા માટે ઘણી ઉત્સુક રહેતી હોય છે. ત્યારે આજે અમે તમને મહેંદીની કેટલીક ખાસ ડિઝાઈન જણાવવા જઈ રહ્યા છે, જે વેડિંગ સિઝનમાં તમારા હાથને સુશોભિત કરશે.

ફ્લાવર પેન્ડન્ટ સાથે મહેંદી ડિઝાઇન્સ

હાથની હથેળી નાની હોય તો ફૂલ પેન્ડન્ટ મહેંદી ડિઝાઇન લગાવી શકાય છે. આ ડિઝાઈનમાં કાંડા પર એક બોક્સ સાથે ફૂલો બનાવવામાં આવશે. જેની અંદર ડાર્ક આઉટલાઈન બનાવાશે. આ સાથે જ આસપાસ કેટલાક ફૂલોની ડિઝાઈન બનાવાશે. ત્યારબાદ હથેળી પર પેન્ડન્ટ અને ફૂલ બનાવો. તમે તમારી રીતે પણ કંઈક ડિઝાઈન કરી શકો છો.

Advertisement

બેલ ડિઝાઇન

આ ડિઝાઈનમાં હાથમાં સિમ્પલ બેલ કરો. જેમાં ફૂલની ડિઝાઈન પાંદડા વડે બનાવાશે. પછી ઉપરની તરફ પેન્ડન્ટ બનાવવામાં આવશે. આંગળીઓ પર નાના-નાના ફૂલો બનાવવામાં આવશે.

જાળી વાળી ઇન્ડો અરબી મહેંદી

આ ડિઝાઈનમાં હાથ પર ડાર્ક શેડમાં જાળી બનાવવામાં આવે છે . તેની આસપાસ ફૂલો અને મોરની ડિઝાઈન બનાવવામાં આવી છે. તેને કમ્પ્લીટ કરવા માટે પાંદડા પણ બનાવવામાં આવે છે. આંગળીઓ પર નાના પાંદડાઓની ડિઝાઇન બનાવવામાં આવે છે.

Advertisement

Trending

Exit mobile version