Connect with us

Editorial

hair fall problem : ખરતા વાળ ની સમસ્યા થી પરેશાન છો તો આ ટ્રીક અજમાવો

Published

on

try-this-trick-if-you-are-suffering-from-hair-fall-problem

hair fall problem સામાન્ય રીતે દિવસ દરમિયાન માથું ઓળાવતા કે માથામાં હાથ ફેરવતા 100 થી વધુ વાળ કાંસકામાં કે હાથમાં આવે તો આવી સમસ્યાને વાળ ખરવાની સમસ્યા કહેવાય.
વાળ સામાન્ય રીતે સ્ત્રી પુરુષ બન્નેમાં ખરતા હોય છે દિવસમાં 30 થી 40 વાળ ખરવા એને વાળ ખરવા કહી શકાય નહીં. આ વાળ પરિપક્વ થઈને જાતે જ નીકળી જતા હોય છે જેને આપણે “હેલ્દી હેર કોલ” કહી શકીએ છીએ. જેમ કે ઝાડ પરનું એક પાન પીળું થઈને જાતે જ પડી જાય એમ વાળ પણ પરિપક્વ થઈ જાતે જ ખરી જતા હોય છે.

try-this-trick-if-you-are-suffering-from-hair-fall-problem

વાળ ખરવાના મુખ્ય કારણો :

Advertisement

આ સમસ્યા પુરુષોમાં વારસાગત જોવા મળે છે, શરીરમાં હાર્મોનના કારણે પણ વાળ ઉતરે છે(વધઘટ), વધુ માનસિક તણાવ પણ એક મુજબ કારણ છે વાળ ખરવાનું વધતી ઉંમર તથા સ્ત્રીઓમાં મોનોપોજના કારણે વાળનું ખરવું સામન્ય રીતે જોવા મળે છે. થાઇરોઇડ જેવા રોગ પણ આવું એક કારણ હોય શકે. વાળની અપુરતી કાળજી અને શરીરમાં પ્રાષક તત્વોની ખામીને કારણે પણ વાળ ખરતા જોવા મળે છે, વધુ પડતું ધુમ્રપાન પણ વાળ ને નુકસાન પહોંચાડે છે.

try-this-trick-if-you-are-suffering-from-hair-fall-problem

કાળજી :

Advertisement

વાળને ખરતા અટકાવવા તેનું કારણ જાણવું જરૂરી બને છે જેની માટે જરૂરી લગતા રિપોર્ટ પણ કરાવવા ની ડૉક્ટર સલાહ આપે છે, વાળમાં કેમિકલ વગરનું તેલ અને શેમ્પુ વાપરવાથી વાળ ઉતરતા ઓછા થાય છે, આ ઉપરાંત રોજીંદા જીવનમાં પોષક તત્વો વાળો ખોરાક લેવાથી વાળના સ્વાસ્થ્યમાં ફાયદો જોવા મળે છે, નિયમિત માથું ધોવું, વાળને તેલથી મસાજ કરવું તથા તેને રોજ ઓળવાથી વાળને સાચવી શકાય છે.
વારસાગત વાળની તકલીફ હોય તો શરૂઆતથી જ વાળની કાળજી લેવી જોઈએ.

  • વાળમાં રોજ કાંસકો ફેરવવાથી જુના વલ નીકળી જાય અને માથામાં રહેલો કચરો પણ કાંસકા સાથે બહાર આવી જાય છે.
  • હોમિયોપેથી માં કેમિકલ વગરના તેલ અને શેમ્પુ મળે છે તથા દવાઓ સાથે લેવાથી માત્ર 7 દિવસમાં વાળ ખરવાની સમસ્યાથી છુટકારો મળે છે.

  વધુ વાંચો

લીમ્બચ યુવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચોથો ઇનામ વિતરણ કાર્યક્રમ કાલોલ ખાતે યોજાયો

Advertisement

ભારતે શ્રીલંકા પોલીસને સોંપી 125 એસયુવી ગાડીઓ

Advertisement
error: Content is protected !!