Connect with us

Food

ઉનાળાની ગરમીમાં ટ્રાય કરો તરબૂચ અને નારિયેળની બરફી, જાણો આ સરળ રેસિપી

Published

on

સતત વધતા તાપમાનના કારણે આકાશમાંથી આગનો વરસાદ થવા લાગ્યો છે. ગરમ પવનના સુસવાટાથી જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. આ હવામાનમાં કુલ રહેવા માટે લોકો અલગ-અલગ રીતો અપનાવે છે. કોઈ લીંબુ પાણી પીવે છે, તો કોઈ કોલ્ડ ડ્રિક્સ, કોઈને સોડા. આ વસ્તુઓ ભલે જ તમને એક જ ક્ષણમાં ઠંડકનો અનુભવ થઈ જાય, પરંતુ તેનાથી સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર પડે છે.

આવી સ્થિતિમાં જો તમે પણ ઉનાળામાં કઈક ઠંડુ અને હાઈડ્રેટિંગ ડ્રિક્સ શોધી રહ્યા છો, તો તમારે તરબૂચનું જ્યુસ પીવું જોઈએ. જોકે, ઘણા લોકોને તરબૂચનું જ્યૂસ પસંદ નથી હોતું, આવી સ્થિતિમાં તમે તરબૂચમાંથી તૈયાર થતી રેસિપીને ટ્રાય કરી શકો છો. જો તમે મીઠાઈ ખાવાના શોખીન છો, તો આ રેસિપીને ટ્રાય કરી શકો છો.

Advertisement

સામગ્રી

તરબૂચનો રસ – 6 કપ

Advertisement

આદુ – 1 ઇંચ

પાણી – અડધો કપ

Advertisement

ખાંડ – 2 ચમચી

કોર્ન સ્ટાર્ચ – 1 ચમચી

Advertisement

ગુલાબ જળ – 1 ચમચી

લાલ ફૂડ કલર – 1 ચમચી

Advertisement

લીંબુનો રસ – 1 ચમચી

નારિયેળનો રસ – અડધો કપ

Advertisement

બનાવવાની રીત

તરબૂચ નારિયેળની બરફી બનાવવા માટે સૌથી પહેલા તરબૂચનો રસ કાઢી લો. આ માટે તરબૂચના ટુકડા કરી લો અને તેમાંથી બીજ કાઢીને તેને મિક્સરની જારમાં નાખીને પીસી લો. હવે ગરણીની મદદથી એક પેનમાં તરબૂચનો રસ નાખો.

Advertisement

એક કડાઈમાં તરબૂચનો રસ નાખો. મિશ્રણને ધીમી આંચ પર થોડું ઉકાળી લો. જ્યારે મિશ્રણમાં ઉભરો આવી જાય, એટલે તેમાં સ્વાદ મુજબ ખાંડ ઉમેરો. પછી ત્યાં સુધી હલાવો જ્યાં સુધી ખાંડ સંપૂર્ણપણે ઓગળી ન જાય.

હવે એક નાના બાઉલમાં કોર્નસ્ટાર્ચને 5 ચમચી પાણીની સાથે મિક્સ કરીને ઘોલ બનાવી લો. ધીમે-ધીમે આ ઘોલને ઉકળતા તરબૂચના મિશ્રણમાં નાખો, સતત હલાવતા રહો. જેથી ગઠ્ઠા ન બને.

Advertisement

હવે તેમાં બધી સામગ્રી મિક્સ કરો અને ઘટ્ટ થાય ત્યાં સુધી પકાવતા રહો. આમાં લગભગ 5-7 મિનિટનો સમય લાગી શકે છે. એકવાર જ્યારે મિશ્રણ ઘટ્ટ થઈ જાય, ત્યારે તેમાં ગુલાબજળ, વેનિલા એસેન્સના થોડા ટીપાં અને લીંબુનો રસ પણ ઉમેરી દો.

તેને ત્યાં સુધી પકાવો જ્યાં સુધી તરબૂચનું મિશ્રણ ઘટ્ટ ન થઈ જાય, જ્યારે તે ઘટ્ટ થઈ જાય ત્યારે તેને એક ટ્રેમાં ફેલાવી દો. મિશ્રણને ઠંડુ થવા દો અને ઓછામાં ઓછા 6 કલાક માટે ફ્રિજમાં રાખી દો.

Advertisement

એકવાર સેટ થઈ જાય પછી બરફીને છરીનો ઉપયોગ કરીને બરફીના આકારમાં કાપી લો. તમારી તરબૂચ અને નારિયેળની બરફી બનીને તૈયાર છે, જેને ઘણા દિવસો સુધી રાખી શકાય છે.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!