Surat
ટ્યૂસન સંચાલક બન્યો જૂઠો વૈજ્ઞાનિક સંખ્યા વધારવા ચંદ્રયાન 3ની ડિઝાઇન તૈયાર કર્યાનું જુઠ્ઠાણું

(સુનિલ ગાંજાવાલા સુરત)
સુરતમાં ચંદ્રયાન 3ની ડિઝાઇન બનાવી હોવાનું કહેનાર સુરતના મિતુલ ત્રિવેદી ધરપકડ કરવામાં આવી હતી.ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મિતુલ ત્રિવેદીની તપાસ કરતા તેની ભાંડો ફૂટી ગયો હતો.મિતુલ ત્રિવેદીએ ઈસરોના વૈજ્ઞાનિક હોવાના ખોટા ડોક્યુમેન્ટ બનાવ્યા હતા.M.COM કરી માત્ર ખાનગી ટ્યુશન ક્લાસ ચલાવે છે. વિદ્યાર્થીઓની સંખ્યા વધારવા માટે ઈસરોના વૈજ્ઞાનિક હોવાની સસ્તી પ્રસિદ્ધિ છેલ્લા 11 વર્ષથી મેળવતો હતો. ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચે મિતુલ ત્રિવેદીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આરોપી વિરુદ્ધ સુરત ક્રાઈમ બ્રાન્ચમાં આઈપીસીની કલમ 465,467 અને 419 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સમગ્ર કેસની તપાસ સુરત એસઓજીને સોંપવામાં આવી છે.