Astrology
Tulsi Puja: 5 પ્રકારની હોય છે તુલસી! જાણો ઘરમાં કઈ તુલસીની પૂજા કરવાથી થશે માતા લક્ષ્મીનું આગમન

હિંદુ ધર્મમાં તુલસીનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. તેને તુલસી માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. માન્યતા છે કે જે ઘરમાં વાસ્તુની સાચી દિશા પ્રમાણે આ છોડ લગાવવામાં આવે છે ત્યાં હંમેશા સમૃદ્ધિ રહે છે. એટલું જ નહીં તુલસીનો ઉપયોગ પૂજા પાઠ અને યજ્ઞની તમામ વિધિમાં પણ કરવામાં આવે છે. આ પાંદડાઓ મુખ્યત્વે વિષ્ણુની પૂજામાં મુખ્ય માનવામાં આવે છે.
તુલસીના ઘણા પ્રકાર હોય છે. મોટાભાગના લોકો તેમના ઘરોમાં રામ અથવા શ્યામા તુલસી રોપે છે અને દરરોજ તેની પૂજા કરે છે. બંને તુલસીનું પોતાનું અલગ અલગ મહત્વ છે. તો આવો જાણીએ આ બેમાંથી કયા તુલસીના છોડને ઘરમાં રાખવાથી લાભ થાય છે. તુલસીના 5 પ્રકાર હોય છે. દરેકનું પોતાનું મહત્વ રહેલું છે. પરંતુ ઘરમાં ક્યાં તુલસીના છોડને રાખવાથી માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે, તે મોટા ભાગના લોકોને ખ્યાલ હોતો નથી. તો ચાલો જાણીએ.
તુલસી પાંચ પ્રકારના હોય છે–
-શ્યામા તુલસી
-રામ તુલસી
-શ્વેત તુલસી
-વન તુલસી
-લીંબુ તુલસી
કેવો હોય છે શ્યામ તુલસીનો છોડ?
શ્યામા તુલસીના પાન ઘાટા જાંબલી રંગના હોય છે. એટલા માટે તેને શ્યામા તુલસી કહેવામાં આવે છે. આ ઉપરાંત આ તુલસી ભગવાન શ્રીકૃષ્ણને ખૂબ જ પ્રિય માનવામાં આવે છે. આ તુલસીને કૃષ્ણ તુલસી તરીકે પણ ઓળખવામાં આવે છે. શ્યામા તુલસીને પણ ઘણા લોકો પોતાના ઘરમાં વાવે છે અને રોજ તેની પૂજા કરે છે.
રામ તુલસીને ઘરમાં રાખવાથી મળશે લાભ
રામા તુલસીના પાન લીલા રંગના હોય છે. તેને રામ તુલસી કહેવામાં આવે છે કારણ કે તે ભગવાન રામની પ્રિય માનવામાં આવે છે. તેના પાનનો સ્વાદ મીઠો હોય છે. બંને પ્રકારના તુલસીને ઘરમાં રાખી શકાય છે, પરંતુ રામ તુલસીને ઘરમાં રાખવાથી વધારે લાભકારી માનવામાં આવે છે. તેનાથી વ્યક્તિની પ્રગતિનો માર્ગ મોકળો થાય છે. રોજ તેની પૂજા કરવાથી માતા લક્ષ્મીનું ઘરમાં આગમન થાય છે.
તુલસી હિંદુ ધર્મમાં એક પૂજનીય છોડ છે, જેને દેવી લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. આ છોડના વાસ્તુશાસ્ત્રના નિયમોમાં સૌથી પ્રમુખ નિયમ છે તેને ઘરના આંગણામાં અને ચોકમાં રોપવાનો છે. ઘરમાં આ છોડની હાજરી સકારાત્મકતાને પ્રોત્સાહન આપવા માટે જાણીતી છે. માન્યતા છે કે નિયમિત રીતે તુલસીને જળ આપવાથી અને તેના મંત્રો (તુલસી મંત્રો)નો જાપ કરવાથી ઘરમાં હંમેશા સુખ રહે છે. ઘરની અંદર તુલસીના છોડને વાવવું સલાહભર્યું છે. તેને ક્યારેય ઘરની બહાર ન મુકશો.