Gujarat
અધધ..૧૪લાખ નો વિદેશીદારૂ સાથે બે આરોપી ઝડપ્યા સાત વોન્ટેડ
– પોલીસે રેડ દરમિયાન બે ઈસમો ઝડપાયા, કાર,ટ્રેકટર અને બે બાઈક કબ્જે લઈ, ૯ ઈસમો સામે ગુનો નોંધ્યો
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના સીમલીયા વિસ્તારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવા સ્થાનિક દામાવાવ પોલીસને મોટી સફળતા મળી છે પ્રાપ્ત અહેવાલ મુજબ સીમલીયા ગામે રહેતા હરપાલસિંહ દિલીપસિંહ ઠાકોર તથા મુકેશભાઈ નટવરસીંહ ઠાકોર (ચૌહાણ) તથા પુષ્પેન્દ્રસિંહ ઉર્ફે લાલો કિરીટસિંહ ઠાકોર તથા દેવેન્દ્રસીંહ ઉર્ફે દેવરાજસિંહ ચૌહાણ (ઠાકોર) તથા રાકેશકુમાર ઉર્ફે ચકો પ્રવિણસિંહ ઠાકોર નાઓ ભેગા મળી બીન અધિકૃત રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મંગાવી દેવલીકુવા (ફાટામહુડા) ગામે ભમ્મરીયાઘોડા ફળીયામાં રહેતા સંપતભાઈ અનોપભાઈ બારીઆના રહેણાક મકાનમા સંગ્રહ કરેલ છે અને તેઓ દારૂનો જથ્થો એક ટ્રેકટરમાં તથા મોટર સાયકલો ઉપર ભરી વેચાણ કરવાની પેરવીમાં છે. “અને સીમલીયા ગામનો પુષ્પેન્દ્રસિંહ ઉર્ફે લાલો કિરીટસિંહ ઠાકોર નાનો તેની હુન્ડાઈ એકસ્ટર ગાડી નંબર જી.જે.૧૭ સી.ઈ ૮૪૦૮ ની લઈ દેવલીકુવા ચોકડી ઉપર પોલીસની વોચ રાખી દારૂની હેરાફેરીની માહિતી પુરી પાડે છે.
” તેવી બાતમી દા પોલીસને મળતાં બી.કે.ગોહિલ પોલીસ સબ ઇન્સ્પેકટર તેમજ પોલીસનો કાફલો બાતમી વાળી જગ્યાઓએ રેડ કરતા દેવલીકુવા (ફાટામહુડા) ગામે ભમ્મરીયાઘોડા ફળીયામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની પેટીઓ નંગ- ૧૭૪ જે પેટીઓમાં પ્લાસ્ટિકના કવાટરીયા નંગ-૮,૩૫૨ તથા છુટા કવાટરીયા નંગ-૫,૭૧૨ મળી. | કુલ પ્લાસ્ટિકના કવાટરીયા નંગ- ૧.૪,૦૬૪ કિ.રૂા.૧૪,૦૬,૪૦૦/- નો પ્રોહી મુદ્દામાલ તથા વાહનો-૪ કિ.રૂા. ૧૧,૧૫,૦૦૦/- તથા મોબાઈલ ફોન નંગ- ૨ કિ.રૂા. ૧૦,૦૦૦/- મળી કુલ કિ.રૂા.૨૫,૩૧,૪૦૦/-ના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી લીધા હતા.
(૧) પુષ્પેન્દ્રસિંહ ઉર્ફે લાલો કિરીટસિંહ ઠાકોર ઉ.વ.૩૨ રહે.સીમલીયા તા.ઘોઘંબા જી.પંચમહાલ
(૨) દેવેન્દ્રસિંહ ઉર્ફે દેવરાજસિંહ અર્જુનસિંહ ચૌહાણ (ઠાકોર) ઉ.વ.૩૦ રહે.સીમલીયા કોલેજ બાજુમાં તા.ઘોઘંબા જી.પંચમહાલ
(૩) મુકેશભાઈ નટવરસીંહ ચૌહાણ (ઠાકોર) રહે.સીમલીયા તા.ઘોઘંબા જી.પંચમહાલ
(૪) હરપાલસિંહ દિલીપસિંહ ઠાકોર રહે.સીમલીયા તા.ઘોઘંબા જી.પંચમહાલ
(૫) રાકેશકુમાર ઉર્ફે ચકો પ્રવિણસિંહ ઠાકોર રહે.સીમલીયા તા.ઘોઘંબા જી.પંચમહાલ
(૬) સંપતભાઈ અનોપભાઈ બારીઆ રહે.દેવલીકુવા (ફાટામહુડા) ભમ્મરીયાઘોડા ફળીયું તા.ઘોઘંબા જી.પંચમહાલ (૭) ટ્રેક્ટર નંબર જી.જે.૧૭ બી.એન ૪૩૪૧ નો ચાલક.
(૯) હીરો હોન્ડા સી.ડી ડીલક્ષ મોટર સાયકલ નંબર જી.જે.૧૭ એ.સી ૭૭૫૬ નો ચાલક
(૮) ટી.વી.એસ અપાચી મોટર સાયકલ નંબર જી.જે.૧૭ સી.સી ૦૨૮૯ નો ચાલક. આ તમામ
આરોપીઓ વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી દામાવાવ પો.સ્ટેમા પ્રોહી એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરી આગળ કાર્યવાહી હાથ ધરેલ છે.