Panchmahal
ફરોડ પાટિયા પાસે બે બાઈક ચાલકો દિશા વિહીન થતાં સામસામે અથડાયા

(ગોકુળ પંચાલ દ્વારા)
ઘોઘંબા તાલુકામાં દીન પ્રતિદિન અકસ્માતના બનાવવામાં વધારો થઈ રહ્યો છે જેમાં આજરોજ સવારના અરશા માં બે બાઇક પૂર ઝડપે આવતી હોય સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા સામસામે ધડાકા સાથે અથડાઈ હતી જેમાં બે યુવાનોને ઇર્જાઓ પહોંચી હતી.
આજે સવારના આઠ વાગ્યા ના સમયે નવાગામ રીછીયા ગામના પંકજભાઈ રાઠવા ઘોઘંબા તરફ આવી રહ્યા હતા અને રાજગઢપાલ્લા ગામના પીન્ટુભાઇ રાઠવા પરોલી તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન ફરોડ પાટિયા પાસે બંને બાઈક ચાલકો પૂરપાટ ઝડપે હોય સ્પીડના કારણે દિશા વિહીન થઈ ગયા હતા.
અને તે દરમિયાન સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા બંને સામસામે અથડાયા હતા અકસ્માતનો ધડાકો એવો થયો કે આસપાસથી લોકો દોડી આવ્યા હતા તેજ ગતિ સાથે ટકરાયેલી બાઈકની આગલા વ્હીલની રીંગના ટુકડે ટુકડા થઈ ગયા હતા અકસ્માતમાં બંને યુવાનોને પગ તથા શરીરના ભાગે ઈર્જાઓ પહોંચતા તેમને ખાનગી વાહનમાં સારવાર અર્થે ઘોઘંબા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા
પા-1 ફોટો -3