Connect with us

Chhota Udepur

ડુંગરવાંટથી દારૂ ભરેલી પીકઅપ સાથે બે બુટલેગર ઝડપાયા

Published

on

two-bootleggers-caught-with-pickup-full-of-liquor-from-dungarwant

પ્રિતમ કનોજિયા દ્વારા

છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જેતપુરપાવી પોલીસ સ્ટેશનના ડુંગરવાંટ ગામ પાસેથી કિ.રૂ.૧,૮૬,૦૬૦/-નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ સાથે બે ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા. સંદીપ સિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, વડોદરા નાઓ તથા ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ કે સમગ્ર જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જનાઓને સુચના કરેલ…. જે અન્વયે વી.બી.કોઠીયા પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ આર.એસ.ડામોર પોલીસ સબ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા સમજ કરેલ જે અનુસંધાને એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો જેતપુરપાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકિકત આધારે જેતપુરપાવી પોલીસ સ્ટેશનના ડુંગરવાંટ ગામ પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની કિ.રૂ.૧,૮૬,૦૬૦ /- નો તથા હેરાફેરીના ઉપયોગમાં લીધેલ બોલેરો પિકઅપ ગાડી રજી નંબર MP-69-G-0896 ના મુદામાલ સાથે ઝડપી પાડી જેતપુરપાવી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી કાયદેસરની કાયર્વાહી હાથ ધરવામાં આવેલ છે.

Advertisement

two-bootleggers-caught-with-pickup-full-of-liquor-from-dungarwant
કબ્જે કરવામાં આવેલ મુદામાલ –

  • ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નં.૪૨૦ કિ.રૂ.૧,૮૬,૦૬૦/-
  • બોલેરો પિકઅપ ગાડી રજી નંબર MP-69-G-0896 કિ.રૂ.૫,૦૦,૦૦૦/-
  • પ્લાસ્ટીક કેરેટ નંગ-૨૪ કિ.રૂ.૨૪૦૦/-
  • મોબાઇલ નંગ-૦૩ કિ.રૂ.૧૦,૫૦૦/-
  • રોકડા કિ.રૂ.૪૪૦/-
  • કુલ કિ.રૂ.૬,૯૯,૪૦૦/-

પકડાયેલ આરોપી

  • સુનીલભાઇ રેમસિંગભાઇ મંડલોઇ રહે.ડુંગરગામ પટેલ ફળિયુ તા.કઠીવાડા જી.અલીરાજપુર(મધ્ય્પ્રદેશ)
  • રાજુભાઇ ગોસલાભાઇ રાઠવા રહે. ગુનાટા ગળબુ ફળિયુ તા.જી.છોટાઉદેપુર
error: Content is protected !!