Panchmahal
પરોલી ચોકડી ઉપર ઇકો કારે બાઈકને ટક્કર મારતા બે ઇર્જાગ્રસ્ત
(ગોકુળ પંચાલદ્વારા”અવધ એક્સપ્રેસ”)
ઘોઘંબા તાલુકાના પરોલી ચોકડી ઉપર બારિયા તરફથી આવતી ઈકોકારે બાઈકને ટક્કર મારતા એક મહિલા તથા પુરુષને ઇજા પહોંચી હતી તેમને સારવાર અર્થે ઘોઘંબા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આજરોજ બપોરના સમયે ઈકોકાર જેનો નંબર GJ27 cm 3858 બારીયા તરફથી પુરપાટ ઝડપે આવી રહી હતી તે દરમિયાન પરોલી ચોકડી ઉપરથી પસાર થતા એકદમ દંપતીની બાઇકને ટક્કર મારતા બંને નીચે પડ્યા હતા.
પતિ પત્નીને માથા તથા શરીરના ભાગે ઇર્જા પહોંચવા પામી હતી હાલોલ થી વીજોલ તરફ જઈ રહેલા દંપતીને કારે ટક્કર મારતા દંપતિને સધિયારો આપી તેમને સારવાર માટે ઘોઘંબા રેફરલ હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા હતા.