Ahmedabad
સેવાલિયા ચેકપોસ્ટ પરથી પીસ્ટલ અને જીવતા કારતુસ સાથે અમદાવાદના બે ઈસમ ઝબ્બે

(રીઝવાન દરિયાઈ ખેડા: ગળતેશ્વર)
અમદાવાદ-ઇન્દોર હાઉવે ઉપર આવેલ મહારાજના મુવાળા ચેકપોસ્ટ પર સેવાલીયા પોલીસ વાહન ચેકીંગ હતી તે સમયે ગોધરા તરફના રોડેથી આવતી અલ્ટો ગાડી નંબર GJ 03 BY 0354 આવતા તેની તલાશી કરી હતી અને તેમાં બેથેલ ઇસમના બેગમાંથી ભારતીય બનાવટની બે પીસ્ટલ અને 6 જીવતા કારતુસ મળી આવ્યા હતા સેવાલીયા પોલીસે બે પીસ્ટલ કિંમત 10,000 તથા જીવતા કારતુસ નંગ 6 કિંમત 3000 અને બંને આરોપીઓની અંગજડતીમાંથી મળી આવેલ રોકડ રૂપિયા 320, તથા મોબાઈલ નંગ ૨ કિંમત 10,000 અને અલ્ટો ગાડી કિંમત 1,00,000 મળી કુલ રૂપિયા 1,23,320 કિંમતનો મુદામાલ કબ્જે લીધો હતો.
પોલીસે પીસ્ટલ અને કારતુસ ક્યાંથી અને કોની પાસેથી લાવ્યા માટે પૂછપરછ કરતા બંને પીસ્ટલ છોટા ઉદેપુરના મહિપાલસિંહ ઠાકોર તથા મહિપાલસિંહના મિત્ર હર્ષભાઈએ મધ્યપ્રદેશથી સાથે રહી અપાવેલ હોવાનું જણાવ્યું હતું ત્યારબાદ સેવાલીયા પોલીસે પકડાયેલ અમદાવાદના દિનેશગિરી ગોસ્વામી અને મનોજભાઇ શર્મા વિરુદ્ધ આર્મ્સ એકટ મુજબનો ગુનો દાખલ કરી સેવાલીયા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.