Gujarat
મહારાજના મુવાળા ચેકપોસ્ટ પરથી પીસ્ટલ અને જીવતા કારતુસ સાથે MPના બે ઈસમ ઝબ્બે
રિપોર્ટર: રીઝવાન દરિયાઈ ખેડા: ગળતેશ્વર
અમદાવાદ-ઇન્દોર હાઉવે ઉપર આવેલ મહારાજના મુવાળા ચેકપોસ્ટ પર સેવાલીયા પોલીસ 31 ડિસેમ્બરને લઈને વાહન ચેકીંગમાં હતી તે સમયે ગોધરા તરફના રોડેથી આવતી જીપ કંપાસ ગાડી નંબર MP 70 C 0662 આવતા તેની તલાશી કરી હતી અને તેમાં બંને ઇસમની તલસી લેતા એક પાસેથી પીસ્તલ અને બીજા પાસેથી જીવતા 9 કારતુસ મળ્યા હતા ત્યારબાદ ગાડીની તલાશી લેતા હાથ રૂમાલમાં સોનાની બંગડીઓ 6 નંગ કિંમત 3,00,000 સોનાની વીંટી નંગ 2 કિંમત 50,000 ચાંદીનું કડું કિંમત 7000 અને રોકડ 30,000 મળ્યા હતા.
ત્યારબાદ સેવાલીયા પોલીસે બ પીસ્ટલ કિંમત 10,000 તથા જીવતા કારતુસ નંગ 9 કિંમત 4500 અને બંને આરોપીઓની અંગજડતીમાંથી મળી આવેલ મોબાઈલ નંગ 3 કિંમત 35,000 અને જીપ કંપાસ ગાડી કિંમત 5,00,000 મળી કુલ રૂપિયા 9,36,500 કિંમતનો મુદામાલ કબ્જે લઈ આરોપી પ્રશાંત પાલરેચા રહે.થાંદલા અને અક્ષય પાટીદાર રહે.પરવલિયા થાંદલા બંને મધ્યપ્રદેશનાઓ વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે પીસ્ટલ અને કારતુસ ક્યાંથી અને કોની પાસેથી લાવ્યા તે દિશામાં તપાસ હાથ ધરી છે