National
મિઝોરમના બે પોલીસકર્મીઓની ગોળી મારીને હત્યા, સહાયકે સર્વિસ રાઈફલમાંથી 15 રાઉન્ડ ફાયરિંગ કર્યું

કોલાસિબ જિલ્લામાં મિઝોરમ સશસ્ત્ર પોલીસના બે જવાનોને તેમના એક સાથીએ ઠાર માર્યા હતા. એક વરિષ્ઠ અધિકારીએ સોમવારે આ જાણકારી આપી.
આ ઘટના રવિવારની સાંજે બની હતી જ્યારે સશસ્ત્ર દળની બીજી બટાલિયનના ત્રણ પોલીસકર્મીઓ મિઝોરમ-આસામ સરહદ નજીક બુરચેપ ગામમાં સબ-પોસ્ટનું સંચાલન કરી રહ્યા હતા, તેઓએ જણાવ્યું હતું.
મિઝોરમના પોલીસ મહાનિરીક્ષક (કાયદો અને વ્યવસ્થા) લાલબિયાકથાંગા ખિયાંગતેએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે આરોપી હવાલદાર બિમલ કાંતિ ચકમા (56)એ તેની સર્વિસ રાઈફલમાંથી ઓછામાં ઓછા 15 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
તેમણે કહ્યું કે મૃતકોની ઓળખ હવાલદાર જે લાલરોહલુઆ અને હવાલદાર ઈન્દ્ર કુમાર રાય તરીકે થઈ છે.