Gujarat
સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વધુ બે ઈ રીક્ષાઓ લોકાર્પણ કરવામાં આવી
પ્રતિનિધિ, કાજર બારીયા
સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) ફેઝ-૨ અંતર્ગત જીલ્લા પંચાયતના સભા હોલમાં આજે ગીતાબેન રાઠવાના અધ્યક્ષપદે ઈ-રીક્ષાનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. અતિથી વિશેષ તરીકે જીલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ તેમજ ડીઆરડીએના ડાયરેક્ટર કે.ડી ભગત, મદદનીશ પ્રાયોજના અધિકારી કૃણાલ આહીર, જિલ્લા કો.ઓર્ડીનેટર ક્રિષ્ના વ્યાસ અને અન્ય જીલ્લા પંચાયતના એસબીએમ શાખાના અધિકારીઓ-કર્મચારીઓ અને કવાંટ- પાનવડ ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યો જોડાયા હતા.
આજરોજ કવાંટ અને પાનવડ ગ્રામ પંચાયતને ૧-૧ઈ-રીક્ષાઓ લોકાર્પણ કરવામાં આવી છે.ગીતાબેન રાઠવાએ રિક્ષાને લીલી ઝંડી આપી હતી.
ગીતાબેને સૌને ગુજરાત સ્થાપના દિનની શુભેચ્છાઓ આપી હતી અને જણાવ્યું હતું કે સ્વચ્છ ભારતનો આશય આપણા ગામો સ્વચ્છ રહે, બીમારી મુક્ત રહે અને લોકો રળિયામણા ગામમાં પોતાનું તંદુરસ્ત જીવન વિતાવે તેવો છે. હજુ પણ વધારે પ્રદૂષણ મુક્ત રીક્ષાઓ આપવાની છે. મલકાબેન પટેલે જણાવ્યું હતું કે વર્ષ-૨૦૨૧થી ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત ફેઝ-૨ની શરૂઆત કરવામાં આવી છે. આ અગાઉ ૨૦૧૪ થી સ્વચ્છ ભારત મિશન શરુ કરવામાં આવેલું. આ મિશન અંતર્ગત અગાઉ પણ ૯ ઈ-રીક્ષાઓ લોકાર્પણ કરવામાં આવી હતી અને આજે ૨ ઈ રીક્ષાઓ લોકાર્પણ કરવામાં આવી છે. આ સાથે સ્વચ્છ ભારત મિશન ને લગતા અન્ય પ્રોજેકટ ઘન કચરા વ્યવસ્થાપન, પ્રવાહી કચરા વ્યવસ્થાપન, પ્લાસ્ટિક કચરા વ્યવસ્થાપન અને ગોબરધન પ્રોજેક્ટની સ્લાઈડ શો દ્વારા માહિતી આપી હતી. અત્રે ઉલ્લેખિત છે કે ગોબરધન પ્રોજેક્ટ ખુબ સફળતાપૂર્વક ચાલી રહ્યો છે અને છોટાઉદેપુર જીલ્લામાં કૂલ ૨૨૧ બાયોગેસ પ્રોજેક્ટ મંજુર થયેલા છે.