Connect with us

Gujarat

બોડેલી એસટી ડેપોમાં બે નવી બસોને લોકાર્પણ કરવામાં આવી

Published

on

Two new buses were launched at Bodeli ST depot

પ્રતિનિધિ, કાજર બારીયા

(અવધ એક્સપ્રેસ)

Advertisement

બોડેલી ખાતે આજરોજ બે એસ.ટી રૂટની નવીન બસોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. પ્રથમ રૂટ બોડેલી-કવાંટ-જુનાગઢ ના રૂટની અને બીજો રૂટ બોડેલી-છોટાઉદેપુર-નખત્રાણા એમ કૂલ મળીને બે રૂટને નવી અદ્યતન બસો ફાળવવામાં આવી હતી. આ રૂટની બસોને જીલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સંજયભાઈ રાઠવા, તાલુકા પંચાયતના પ્રમુખ શીતલકુંવરબા મહારાઉલ, બોડેલી એસ.ટી ડેપો મેનેજર એસ.પી વસાવા, બંને બસના ડ્રાઈવર, કંડકટર તેમજ એસ.ટી ડેપોના કર્મચારીગણ હાજર રહ્યા હતા.

Two new buses were launched at Bodeli ST depot

આ બને બસો ડીલક્ષ એક્સપ્રેસ બસ છે અને જીપીએસ ટેકનોલોજી તેમજ સ્પીડ સેન્સર જેવા ડીવાઈસ ધરાવે છે. આજરોજ બોડેલી ડેપો ખાતે આ બંને રૂટની બસોને લીલી જંડી આપી ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. પ્રથમ રૂટની બસ બોડેલીથી સવારે ૧૧ વાગે ઉપડી કવાંટ જશે અને કવાંટથી બપોરે ૧.૩૦ વાગે જુનાગઢ જવા રવાના થશે. જુનાગઢથી આ બસ બપોરે ૧.૩૦ વાગે પરત આવવા નીકળશે. જયારે બીજા રૂટની બસ નખત્રાણાની બસ બોડેલીથી બપોરે ૧.૧૫ વાગે છોટાઉદેપુર આવી છોટાઉદેપુરથી બપોરે ૩ કલાકે નખત્રાણા જવા રવાના થશે. આ બસ નખત્રાણાથી બપોરે ૧.૪૫ વાગે ઉપડશે.

Advertisement
error: Content is protected !!