Chhota Udepur

છોટાઉદેપુર જિલ્લાના ટુ વ્હીલર વાહનચાલકો પસંદગીના નંબરો મેળવી શકશે

Published

on

પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)

સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, છોટાઉદેપુર દ્વારા ટુ વ્હીલર વાહનોની નવી સિરીઝ જી જે ૩૪ ના ગોલ્ડન-સિલ્વર તેમજ પ્રથમ વખત બધા નંબરોની ઓનલાઈન હરાજી કરવામાં આવનાર છે.
પસંદગીના નંબર મેળવવાની ઇચ્છા ધરાવતા વાહન માલિકો તેમના વાહનોનું ઓનલાઇન http://parivahan.gov.in/fancy પર રજીસ્ટ્રેશન કરી હરાજીમાં ભાગ લઇ શકશે.

Advertisement


આ માટે તા.૨૧/૦૫/૨૦૨૪ થી તા.૨૩/૦૫/૨૦૨૪ સુધીમાં ઓક્શન માટે ઓનલાઈન સી એન એ ફોર્મ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને એપ્લીકેશન કરવાની રહેશે. ત્યારબાદ તા.૨૩/૦૫/૨૦૨૪ થી તા.૨૫/૦૫/૨૦૨૪ સુધીમાં ઓક્શનનું બિડિંગ કરવાનું રહેશે. અરજદારે તા.૨૭/૦૫/૨૦૨૪ ના રોજ બપોરે ૦૩-૦૦ કલાક બાદ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, છોટાઉદેપુરની કચેરીમાં રજીસ્ટ્રેશન ફોર્મ તથા સી એન એ ફોર્મ જમા કરાવવાના રહેશે.વાહનના સેલ લેટરમાં સેલ તારીખથી ૬૦ દિવસની અંદરના જ અરજદારો હરાજીમાં ભાગ લેવા અરજી કરી શકશે. વધુમાં સમયમર્યાદા બાદ કરેલી અરજીઓ રદ કરવામાં આવશે તેમ સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની એક યાદીમાં જણાવાયું છે.

Trending

Exit mobile version