Gujarat
શિક્ષિકા બહેનોની વિદાઈ નું દુઃખ ન સહેવાતા અદેપુર પ્રાથમિક શાળાના બાળકો ચૌધાર આંસુએ રડ્યા
શિક્ષિકા બહેનોની વિદાઈ નું દુઃખ ન સહેવાતા અદેપુર પ્રાથમિક શાળાના બાળકો ચૌધાર આંસુએ રડ્યા વિદ્યાર્થીનીઓ મેડમને વળગી પડી, શાળાના છોડવા આજીજી કરી
ઘોઘંબા તાલુકાના અદેપુર પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા નિકિતાબેન પટેલ તથા ચંદ્રકલાબહેન પટેલ છેલ્લા નવ વર્ષથી ઊંડાણ વિસ્તારમાં આવેલી શાળાના બાળકોને શિક્ષણ સાથે સંસ્કાર આપી ગુરુના રૂપમાં માં જેવો પ્રેમ આપતા હતા. પરંતુ આ બહેનોએ રહેઠાણનો લાભ મેળવવા માટે તેમની બદલી હાલોલ ખાતે કરાવી હતી. આજરોજ તેઓનો વિદાઈ સમારંભ રાખવામાં આવ્યો હતો. જેમાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. બહેનોની વિદાઈ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ રડી પડ્યા હતા. કેટલીક વિદ્યાર્થીનીઓ મેડમને વળગી પડી શાળા ન છોડવા આજીજી કરતા મેડમની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા. બાળકો અને વિદ્યાર્થીઓનો પ્રેમ જોઈ સમારંભમાં હાજર ગ્રામજનો તથા અન્ય સ્ટાફના આંખોમાં પણ આંસુ આવી ગયા હતા
શિક્ષણ જગતને લાંછન લગાડતો બનાવ દાહોદ જિલ્લામાં બન્યો છે જેના કારણે શિક્ષક પ્રત્યે લોકોએ વિશ્વાસ ગુમાવી દીધો હતો પરંતુ ઘોઘંબા તાલુકાની શિક્ષિકા બહેનોની વિદાઈ પ્રસંગે સર્જાયેલા દ્રશ્યોએ આ કલંકને ભૂંસી નાખ્યું હતું ઘોઘંબા તાલુકાના શિક્ષકો તથા શિક્ષિકાઓ અંતરિયાળ અને ઊંડાણ વિસ્તારમાં પગપાળા ચાલીને પણ શાળાએ પહોંચી બાળકોમાં શિક્ષણ અને સંસ્કારનુ સિંચન કરે છે. બાળકો પણ હોંસે હોંસે શાળાએ આવી પોતાના માં-બાપને ભૂલી જઈ શિક્ષણ ગુરુને પોતાના માં-બાપ સમજી ભણવામાં રસ લે છે શિક્ષણ તેમજ અન્ય બાબતોમાં ઘોઘંબા તાલુકાના શિક્ષક તથા શિક્ષિકાઓની ક્યારેય કોઈ ફરિયાદ હોતી નથી તેઓ પોતાની ફરજ પૂરી નિષ્ઠા સાથે બજાવે છે ત્યારેજ તો આવા વિદાઈ પ્રસંગો ગમગીન બનતા હોય છે શિક્ષિકા બહેનોની વિદાઈ કન્યા વિદાઈથી પણ વધારે દુખ દાઈ હતી
શિક્ષિકા બહેનોની વિદાઈ નું દુઃખ ન સહેવાતા અદેપુર પ્રાથમિક શાળાના બાળકો ચૌધાર આંસુએ રડ્યા વિદ્યાર્થીનીઓ મેડમને વળગી પડી, શાળાના છોડવા આજીજી કરી