Chhota Udepur

કાકા અને પિતરાઇ ભાઈએ કાળુધોળું કરી છોકરાને પતાવી દીધાનો વ્હેમ રાખી ભત્રીજીની હત્યા કરી

Published

on

(કાજર બારીયા દ્વારા)

જેતપુરપાવી તાલુકાના જામ્બા ગામની સીમમાં ગુગલધાર ટેકરી પાસેથી એક યુવતીની મળેલી લાશ નો ભેદ ઉકેલાયો આ યુવતીની હત્યા અન્ય કોઈએ નહિ, પરંતું તેનાજ કુટુંબી કાકા, ભાઈ કરી હોવાનું બહાર આવ્યુ છે.

Advertisement

કૈલાશબેન ભયલાલભાઈ રાઠવાની દિકરી ઉ.વ.૨૧ રહે.જામ્બા ગામ ચોકી ફળીયુ તા.જેતપુર પાવી જી.છોટાઉદેપુર ની લાશ ગામની સીમમાં ગુગલધાર ટેકરી પાસે મળી આવી હતી. ઘટનાની જાણ કદવાલ પોલીસને થતા પીઆઈ બી.એસ.ચૌહાણ અને તેમની ટીમ સાથે ઘટના સ્થળે પહોચી. લાશ નું નિરીક્ષણ કરી મૃતકનું પીએમ કરાવ્યું હતું. જેમાં ગળુ દબાવાથી કૈલાશનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું હતું.

પોલીસે ગુનાની ગંભીરતા લઈ હત્યારાઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે આરોપીઓ સુધી પહોંચવા અલગ અલગ ટીમો બનાવી તપાસ કરતા હત્યા કરનાર કુટુંબી કાકા કનુભાઇ ભુરસીંગભાઇ રાઠવા ઉ.વ.૪૫ તથા કુટુંબી ભાઈ – પંકજ ઉર્ફે પંકેશ કનુભાઇ રાઠવા ઉ.વ.૨૭ બંન્ને રહે-જામ્બા ગામ, ચોકી ફળીયુ નાઓની ધરપકડ કરી પી.આઈ.બી.એસ. ચૌહાણની ટીમે કડકાઈથી પુછપરછ કરતા પ્રથમ તો ઘર કંકાસના કારણે કૈલેશને ગળે ટૂંપો આપી હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. પરંતુ નાની નાની બાબતોની પુછપરછ માં મોટી હકીકત બહાર આવી હતી અંધ શ્રધ્ધા અને ખોટા વહેમ ના કારણે યુવતી ની હત્યા થઈ હોવાની સાચી વાત બહાર આવતા પોલીસ પણ ચોકી ઉઠી હતી કદવાલ પોલીસની પ્રશંસનીય કામગીરીએ સમાજ માં રહેલી અંધશ્રધ્ધાને ઉજાગર કરી હતી   પોલીસે ગણતરીના કલાકોમાં આ ગુનો ઉકેલી આરોપીને જેલ ભેગા કર્યા હતા

Advertisement

શું હતી હત્યા કરવા પાછળની હકીકત ?

પકડાયેલા આરોપી કૈલાશની હત્યા પાછળના કારણની પૂછપરછ કરતા સામે આવ્યું કે મૃતક કૈલાશ તેના કુટુંબી ભાઇ વડોદરા રહેતા હોય તેઓને દોઢ મહિનાનો એક છોકરો હોય તેઓ વડોદરાથી જાંબાં ગામે ઘરે આવતા કાકાના છોકરાના છોકરાને જોવા અને રમાડવા માટે ગઈ હતી. પરંતુ યોગાનુ યોગ બીજે દીવસે નાનો છોકરો બીમાર થતાં તેનુ મૃત્યુ થયુ હતું.  કાકા અને તેના દીકરા ને વહેમ ભરાયો કે કૈલાશ આવી ને કંઇક નજર લગાડી ગઈ અને કઈક ગઈ છે કૈલાશે કાળુધોળું કરી છોકરાને પતાવી દીધો હોવાનો નો દાઝ રાખી હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું. ત્યારે સમાજ માં હજી પણ અંધશ્રધ્ધા ને મહત્વ અપાતું હોવાનું અને ફલિત થયું છે અંધશ્રધ્ધા અને વહેમ ને કારણે એક નિર્દોષ યુવતીનો જીવ ગયો

Advertisement

 

 

Advertisement

Trending

Exit mobile version