Chhota Udepur
જેતપુરપાવી બાર એસોસિએશનના હોદ્દેદારોની બીનહરીફ વરણી

પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
જેતપુરપાવી બાર એસોસયેશન ની વર્ષ ૨૦૨૩ની ચૂંટણી માંસર્વાનુમતે હોદ્દેદારોની બિનહરીફ વરણી કરાયેલ છે. જેમાં પ્રમુખ તરીકે એડવોકેટ બી.કે .રાઠવા ,ઉપપ્રમુખ તરીકે એડવોકેટ એમ.એફ.રાઠવા, મંત્રી તરીકે એડવોકેટ આર. કે. અમીન ,ખજાનજી તરીકે એડવોકેટ યુ.એચ.રાઠવા. ચૂંટણી બિન હરીફ કરવામાં ચૂંટણી અધિકારી એડવોકેટ જય બી સોની એ મહત્વની ભૂમિકા ભજવી હતી. નવા હોદ્દેદારોને જેતપુરપાવી બાર એસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખો, ઉપપ્રમુખ,તથા તમામ સભ્યોએ શુભેચ્છા પાઠવી અભિનંદન પાઠવ્યા હતા.